કલાભવન મેદાન પાસે શ્રમજીવી વૃદ્ધ પર હુમલો કરીને રોકડાની લૂંટ

અમારો મોબાઇલ અને પર્સ ખોવાઇ ગયા છે, તમને ચેક કરવા છે, તેવું કહી ઝપાઝપી કરી

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
કલાભવન મેદાન પાસે  શ્રમજીવી વૃદ્ધ પર હુમલો કરીને રોકડાની લૂંટ 1 - image

 વડોદરા,વહેલી સવારે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટ લેવા જતા શ્રમજીવી વૃદ્ધ પર  હુમલો કરી બાઇક પર આવેલા ત્રણ લૂંટારાઓ રોકડા સાડા પાંચ હજાર લૂંટીને ફરાર થઇ ગયા હતા. રાવપુરા  પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

નવાયાર્ડ રમણીકભાઇની ચાલીમાં રહેતા ૬૨ વર્ષના યુસુફભાઇ રિયાસતઅલી પઠાણ ફ્રૂટની લારી ચલાવે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે ચાર વાગ્યે  હું મારા ઘરેથી નીકળી ખંડેરાવ માર્કેટ ફ્રૂટ લેવા માટે નીકળ્યો હતો. સવારે સાડા પાંચ વાગ્યે કલાભવન મેદાન સામે જીઇબી ગેટ સામે આરામ કરવા માટે થોડીવાર બાકડા પર બેઠો હતો. તે દરમિયાન કાળા કલરના બાઇક પર ત્રણ સવારી છોકરાઓ આવ્યા હતા. બાઇક પરથી ઉતરીને તેઓએ મને કહ્યું કે, મારૃં પર્સ અને મોબાઇલ ખોવાઇ ગયા છે. મને ચેક કરવા દો. મેં ના પાડવા છતાંય બે છોકરાઓ મારા ખિસ્સા ચેક કરવા લાગ્યા હતા. તેઓએ મારી સાથે ઝપાઝપી કરી ડંડો મારા માથામાં મારી દીધો હતો. તેઓ મારા ખિસ્સામાંથી રોકડા ૫,૫૦૦ રૃપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા. રાવપુરા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News