Get The App

કરજણ હાઈવે પરથી દારુ ભરેલ આઈસર ટ્રક ઝડપાઇ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
કરજણ હાઈવે પરથી દારુ ભરેલ આઈસર ટ્રક ઝડપાઇ 1 - image


બિશનોઈ ગેંગે દારુ મોકલ્યો હતો : 21.59 લાખના મદ્દામાલ સાથે એકની ધરપકડ

વડોદરા, તા. 5 ડિસેમ્બર 2023 મંગળવાર

કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ભરથાણા ટોલ નાકા પર જિલ્લા એલીબીએ ગઇ સાંજે વોચ ગોઠવી દીવ દમણ પાસિંગની એક આઈસર ટ્રકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. ટ્રકમાંથી પોલીસે રૂ.11.44 લાખ કિમતની દારૂની 5472 બોટલો, ટ્રક, એક મોબાઈલ, જીપીએસ સિસ્ટમ સહિત કુલ રૂ.21.59 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચાલક સુરેશ તેજારામ બિશનોઈની ઘરપકડ કરી હતી. દારૂનો જથ્થો રાજસ્થાનના ભવરલાલ બિશનોઈએ મોકલ્યો હતો અને તિકારામ જાટે ભરી આપ્યો હતો. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News