ઉછીના આપેલા દસ હજાર પરત માંગતા કુહાડીથી હુમલો
image : Freepik
Vadodara Crime : વડોદરામાં દંતેશ્વર વિસ્તારની સાઈનાથ પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષના પરમેશ્વરભાઇ આજોડીભાઈ શાહએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા બોમ્બે હાઉસિંગના મકાનમાં અમે શાકભાજીની લારી ચલાવતા હતા. તે સમયે અમારી લારી પર રામભાઈ રીક્ષા લઈને શાકભાજી લેવા માટે અવારનવાર આવતા હોવાથી તેમની સાથે ઓળખાણ થઈ હતી. રામભાઈએ તેમની રિક્ષાના હપ્તા ભરવા માટે મારી પાસે 10,000 રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યારબાદ તેઓ અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા.
ગઈકાલે હું તથા મુકેશભાઈ મારવાડી રીક્ષા લઈને બંસલ મોલ પાસેથી જતા હતા તે સમયે રામભાઈ ત્યાં મળી જતા મેં તેમની પાસે રૂપિયાની માંગણી કરતા તેઓ મારા પર ઉછેરાઈ ગયા હતા અને રિક્ષામાંથી કુહાડી લઈને મારા પર હુમલો કર્યો હતો. જે દરમિયાન મેં કુહાડી પકડી લીધેલી પરંતુ રામભાઈએ મારા હાથમાંથી કુહાડી ઝુંટવી લઈ મારા ડાબા પગના ઘૂંટણ પર મારી દીઘી હતી. મને છોડાવવા માટે મુકેશભાઈ તથા સુશીલા માસી વચ્ચે પડ્યા તો તેઓને પણ ગાળો આપે ધમકી આપી હતી કે હવે પછી મારી પાસે રૂપિયાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશ.