Get The App

આજવા સરોવરમાં જંગલી વનસ્પતિના ઉપદ્રવમાંથી છૂટકારો મળે તેવા પ્રયાસ

ખેતરોમાંથી આવતાં પાણીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટ હોવાથી વનસ્પતિના વિકાસને સહાયરૃપ થાય છે

Updated: Apr 17th, 2023


Google NewsGoogle News
આજવા સરોવરમાં જંગલી વનસ્પતિના ઉપદ્રવમાંથી છૂટકારો મળે તેવા પ્રયાસ 1 - image

 વડોદરા,વડોદરા શહેરને પીવાનું પાણી પૂરૃં પાડતા મહત્ત્વના એક પૈકી ઐતિહાસિક આજવા સરોવરમાં દર વર્ષે જંગલી વનસ્પતિનો ઉપદ્રવ વકરે છે અને તેના નિકાલ માટે માથાના દુખાવા સમાન કામગીરી કરવી પડે છે. સફાઇ માટે ઇજારો પણ આપવો પડે છે. આ વનસ્પતિ પાણીમાં સૂકાઇને પડી રહેતા કોહવાઇ જતાં પાણી પીળા રંગનું થઇ જાય છે. જેથી લોકો  વાપરતાં પણ ગભરાય છે.

કોર્પોરેશનને આ સમસ્યાથી છૂટકારો મળે તે માટે એમ.એસ. યુનિ.ના એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ દ્વારા આ જંગલી વનસ્પતિના ઉપદ્રવ સંદર્ભે પ્રોજેકટનું કામ શરૃ કરવામાં આવ્યું છે. ૧૬ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલા સરોવરમાં જંગલી વનસ્પતિનો નિકાલ કરવાનું કોર્પોરેશનને ભારે થઇ પડે છે. આજવામાંથી કોર્પોરેશન આશરે ૬ થી ૭ લાખની વસ્તીને રોજનું ૧૫ કરોડ લીટર પાણી પહોંચાડે છે. સામાન્ય રીતે તળાવોમાં જંગલી વનસ્પતિ નાઇટ્રેટ અને ફોસ્ફેટની હાજરી હોવાથી તેના વિકાસ થવામાં ખૂબ મદદરૃપ રહે છે. આજવા સરોવરની આસપાસ ખેતરો છે. ખેતરોમાંથી પાણી તણાઇને તળાવમાં આવે છે. આ પાણીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટની હાજરી હોય છે, જે જંગલી વનસ્પતિનો ઉછેર થવામાં સહાય કરે છે. જંગલી વનસ્પતિનો નાશ કરવા કેમિકલ મળે જ છે, પરંતુ આજવાનું તળાવ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી તળાવમાં આ કેમિકલનો ઉપયોગ થઇ શકે નહીં. જે અભ્યાસ થશે તેમાં જંગલી વનસ્પતિનો પ્રકાર, જમીનની રાસાયણિક સમીક્ષા, બેકટેરિયાનું પૃથક્કરણ, પાણીની ગુણવત્તાને પણ આવરી લેવાશે. જંગલી વનસ્પતિ ચોમાસા અને શિયાળામાં ખૂબ ઊગી નીકળે છે. ખેતરોનું પાણી તળાવમાં ન ઠલવાય તે માટે આસપાસના ખેતરો અને જમીન વિસ્તારનું પાણી આવતું બંધ કરવાનું પણ તેઓ સૂચવી રહ્યા છે


Google NewsGoogle News