જમવાના પૈસા માગતા ઉશ્કેરાયેલા યુવકે મિત્રો સાથે મળી છરી વડે હુમલો
કલોલમાં હોટલના માલિક ઉપર હુમલો
હોટલના સ્ટાફને ચાકુ દેખાડી વચ્ચે નહીં પડવા ધમકી આપી : પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ
કલોલ : કલોલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર તલવાર અને છરી વડે હુમલાના બનાવો બની રહ્યા છે તેમાં ગાયત્રી મંદિર સામે આવેલા ભોજનાલયમાં ગ્રાહક પાસે જમવાના પૈસા માગતા હોટલના માલિક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલમાં રહેતા હજારી રામ ઉર્ફે હરિભાઈ નારાયણ રામ પ્રજાપતિ
ગાયત્રી મંદિર સામે હાઇવે ઉપર ઉષા ભોજનાલય ચલાવે છે તેમના ત્યાં વૈભવ વાણંદ નામનો
યુવક જમવા આવ્યો હતો અને તે જમીને ચાલવા લાગ્યો હતો જેથી કાઉન્ટર ઉપર હાજર
હરિભાઈની દીકરીએ જમવાના પૈસા માંગ્યા હતા ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને કહેલ કે
પૈસા મળશે નહીં થાય તે કરી લો જેથી હરિભાઈ રસોડામાંથી બહાર આવ્યા હતા અને વૈભવ
વાળંદ પાસે જમવાના પૈસાની માંગણી કરી હતી ત્યારે તે ગાળા ગાળી કરીને ત્યાંથી રવાના
થઈ ગયો હતો અને ત્યારબાદ રિક્ષામાં તેના મિત્રોને લઈને આવ્યો હતો અને તેના મિત્રોએ
હોટલના સ્ટાફને છરી બતાવીને બાનમાં લઈ લીધો હતો અને કહેલ કે કોઈ વચ્ચે પડશો નહીં
નહીં તો જાનથી મારી નાખીશું ત્યારબાદ વૈભવ વાળંદે હરિભાઈને લાફા વાળી કરીને ગાળા
ગાળી કરી માર માર્યો હતો અને કમરમાંથી છરી કાઢીને હરિભાઈના માથામાં ઘા માર્યો હતો
જેમાં તેમને ઇજાઓ પહોંચી હતી હુમલો કરવા આવેલ વૈભવ વાળંદ તથા તેના સાથેના લોકો
જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘાયલ હોટલના માલિકને
સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે ભોજનાલયના માલિકની ફરિયાદના આધારે વૈભવ વાળંદ
અને તેના સાથીદારો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.