વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એકટીવા અડી જતા ચાલક પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એકટીવા અડી જતા ચાલક પર ત્રણ શખ્સો દ્વારા હુમલો 1 - image

image : Freepik

વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાંથી પસાર થતા યુવકની એક્ટિવા લઈને જતા અન્ય યુવકને અડી ગઈ હતી. જેથી યુવક ઉભો રહી જતા દોડી આવેલા ત્રણ જણાએ માર મારી પથ્થરથી માથામાં હુમલો કર્યો હતો.જેમાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફતેગંજ પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા પાર્થ રાજુભાઈ મકવાણાએ ફરીયાદનોંધાવી છે કે ગોરવા આઈ.ટી.આઈ ખાતે ફીટર ટ્રેડમાં અભ્યાસ કરુ છુ અને મારી માતા જોસનાબેન છુટક મજુરી કામ કરી મારા પરીવારનુ જીવન ગુજરાન ચલાવે છે. ગત તા.08/01/2024ના રાત્રીના સુમારે હુ મારી બહેન પ્રગ્નાના ઘરેથી મારા ઘરે મારી એક્ટીવા લઈને જતો હતો. તે દરમિયાન નવી રામવાડી પાસે આશાપુરી ગાર્ડનની સામે એક છોકરો અચાનક મારી ગાડી આગળ અવતા મેં મારી એક્ટિવા ઉભી રાખી દીધી હતી. જેમા છોકરાને મારી ગાડી સામાન્ય અડી ગઈ હતી અને જેથી ત્યા આજુબાજુમાં તેના મિત્ર હાર્દિક પુનમભાઈ મકવાણા, જોન્ટી યુહાન પરમાર તથા જયેશ અશોક સોલંકી દોડી આવી મારી સાથે ગાળા ગાળી કરી બોલાચાલી ઝઘડો કરી માર મારવા લાગ્યા હતા. ઝપાઝપીમાં હુ નિચે પડી જતાં જયેશએ પથ્થર ઉઠાવી મને માથામાં મારી દીધો હતો. જેમા મને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી બધા ભાગી ગયા હતા. ત્યારબાદ મે મારા મિત્ર સચિન પરમાર તેમજ સાનેલ પરમાર ફોન કરતા તેઓએ દોડી આવી મને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. ફતેહગંજ પોલીસ યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી હુમલો કરનારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News