દારૃના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

તરસાલી બાયપાસ પાસે દારૃના કટીંગ સમયે જ પોલીસે રેડ પાડીને ત્રણને પકડયા હતા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
દારૃના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 1 - image

 વડોદરા,તરસાલી બાયપાસ પાસેથી મળેલા વિદેશી દારૃના કેસમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.

 મકરપુરા પોલીસને ઓગસ્ટ - ૨૦૨૨માં માહિતી મળી હતી કે, તરસાલી બાયપાસ પાસે કાન્હા રેસિડેન્સી રોડ પર અંકિતસિંહ શેખાવત તથા લવકેશ દિવાકર ભેગા મળીને વિદેશી દારૃનો જથ્થો કાળા કલરની સ્કોર્પિયો કારમાંથી અન્ય કારમાં  હેરાફેરી કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બે કાર ઉભી હતી.પોલીસે બંને કારને કોર્ડન કરીને એક કારમાંથી અંકિતસિંહ છીગનસિંહ શેખાવત  તથા ગૌરાંગ ઉર્ફે પિન્ટુ મહેશભાઇ સોલંકી (બંને રહે.રેવા પાર્ક,  તરસાલી) મળી આવ્યા હતા.જ્યારે અન્ય  કારમાંથી લવકેશ ઉર્ફે સરદાર સુખદેવભાઇ દિવાકર (રહે.વૈેકુંઠ સોસાયટી,કલાલી, માંજલપુર) મળી આવ્યો હતો.બંને  કારમાંથી પોલીસે વિદેશી દારૃની ૫૨૮ બોટલ  કબજે કરી  હતી. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૪.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૃનો જથ્થો શરફરાજઅહેમદ (રહે.નાગરવાડા), યુવરાજ રાજપૂત (રહે.દંતેશ્વર) એ આપ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખૂલતા  પોલીસે તેઆને વોન્ટેડા જાહેર કર્યા હતા.  આ ગુનામાં વોન્ટેડ આરોપી સરફરાજ અહેમદભાઇ શેખ ( રહે. નવી ધરતી,ગોલવાડ, નાગરવાડા)ને મકરપુરા પી.આઇ. જે.એન.પરમારે ઝડપી પાડયો છે.


Google NewsGoogle News