પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો

રણમુક્તેશ્વરની ચાલી તથા મકરપુરા ગામ પાસેથી પણ દારૃ સાથે બે પકડાયા

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News

 પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારૃનો ધંધો કરતો  આરોપી ઝડપાયો 1 - imageવડોદરા,પાણીગેટ બાવચાવાડ, મકરપુરા ગામ  અને રણમુક્તેશ્વર વિસ્તારમાં દારૃનો ધંધો કરતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

પાણીગેટ  પોલીસે મળેલી માહિતીના આધારે પાણીગેટ બાવચાવાડ તળાવના કિનારા પાસે રહેતા હિમાંશુ ઉર્ફે બાટલો કહારને વિદેશી દારૃની ૧૨૦ બોટલ કિંમત રૃપિયા ૨૬,૪૦૦ સાથે ઝડપી પાડયો છે.

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મકરપુરા ગામ હોમી ભાભા ગુજરાતી શાળા પાસે આવતા એક મોપેડ ચાલક શકમંદ જણાતા તેને રોકીને તપાસ કરતા તેની ડીકીમાંથી બિયરના ચાર ટીન મળી આવતા મોપેડ ચાલક નરેશ મફતભાઇ ઠાકોર ( રહે. શિવ શક્તિ નગર, જશોદા કોલોનીની બાજુમાં, મકરપુરા ગામ) ની સામે ગુનો દાખલ કરી આરોપી  નરેશ ઉર્ફે ઘેટીને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય એક બનાવમાં પીસીબી પોલીસે વાડી રણમુક્તેશ્વર મંદિર  પાછળ રહેતા દિપસિંહ  ઉદેસિંહ રાઠોડની ત્યાં રેડ કરીને વિદેશી દારૃની ૩૦ બોટલ કિંમત રૃપિયા ત્રણ હજારની કબજે કરી છે. દારૃ આપનાર છોટાઉદેપુરના ચંદુભાઇ રાઠવાને વોન્ટેડ  જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News