તાંદલજાની સ્કૂલ સામેથી 5 કિલો ગાંજા સાથે પકડાયેલા કેરિયરનો સાગરીત ફરીદખાન આણંદથી પકડાયો

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
તાંદલજાની સ્કૂલ સામેથી 5 કિલો ગાંજા સાથે પકડાયેલા કેરિયરનો સાગરીત ફરીદખાન આણંદથી પકડાયો 1 - image

વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં તાજેતરમાં ગાંજા સાથે પકડાયેલા કેરિયરના સાગરીતને એસઓજીએ આણંદથી ઝડપી પાડયો છે.

તાંદલજાની બેસિલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી રૃ.૫૧ હજારની કિંમતનો પ કિલોથી વધુ ગાંજા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડયો હતો.અબ્દુલ અગાઉ પણ એકવાર પકડાયો હોવાનું પોલીસે કહ્યું હતું.

અબ્દુલની પૂછપરછ દરમિયાન આણંદના સાગરીતનું નામ ખૂલતાં પોલીસે ફરીદખાન ઇમામખાન પઠાણ(શેખવાડા  બજાર,ભાલેજ, આણંદ)ને પણ ઝડપી પાડયો છે.


Google NewsGoogle News