રૂ.2.13 કરોડની મત્તાની ચોરીના ગુનામાં છ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Updated: May 6th, 2024


Google NewsGoogle News
રૂ.2.13 કરોડની મત્તાની ચોરીના ગુનામાં છ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો 1 - image

image : Freepik

Theft Case in Vadodara : આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂા.2.13 કરોડ ની મત્તાના 7 કિલો સોનાના દાગીનાની ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી  લોકલ ક્રાઈમ બ્રાન્યની ટીમે ઝડપી પાડયો છે. આણંદ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપરત કરાયો છે.

આગામી સમયમાં લોકસભાની ચુટણીને લઈ પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટના પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ સ્ટેશનોમાં નાસતા ફરતા આરોપીઓ વિરૂદ્ધ સી.આર.પી.સી 70 મુજબનું વોરંટ જારી થયેલ હોય આરોપીઓને સત્વરે શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી નામે સંજય યશવંત જાધવ (રહે.ગામ-રાણે સાગ્વી, થાણા-ભુમ, જી-ધારાશીવ, મહારાષ્ટ્ર)ની આરોપી તેના ઘરે કોઇ પ્રસંગે આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ મહારાષ્ટ્ર ખાતેના સરનામે ખાનગી રાહે વોચ કરી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.


Google NewsGoogle News