ગોલ્ડન ચોકડી પાસે મધરાતે એસટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત થતાં મુસાફરો અટવાયા

દુમાડ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પરિવારનો બચાવ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ગોલ્ડન ચોકડી પાસે મધરાતે   એસટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત થતાં મુસાફરો અટવાયા 1 - image

વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસે ગઇરાતે એક લક્ઝરી અને એસટી બસ વચ્ચે અકસ્માત થતાં બંને બસોના મુસાફરો અટવાયા હતા. હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પંચમહાલના મોરવાહડફ ખાતે રહેતા ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના ડ્રાઇવર બાબુભાઇ બારીયાએ પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે તા.૨૪મીએ સાંજે હું વલસાડથી બસ લઇને ઝાલોદ જવા માટે નીકળ્યો ત્યારે બસમાં ૫૦ થી વધુ મુસાફરો હતા.

વડોદરા બસ ડેપો પરથી ઝાલોદ જવા નીકળ્યા ત્યારે ગોલ્ડન ચોકડી પાસે બ્રિજ ક્રોસ કરતી વખતે સુરત તરફથી આવી રહેલી રાંદેલ ટ્રાવેલની સ્લીપર કોચ લક્ઝરી બસના ડ્રાઇવરે પૂરઝડપે બસ લાવતાં અકસ્માત થયો હતો અને સરકારી બસની હેડલાઇટ્સ,કાંચ વગેરેેને નુકસાન થયું હતું.

અકસ્માતના બનાવને પગલે પોલીસ આવી જતાં બંને બસના ડ્રાઇવરને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.જેને કારણે મુસાફરો અટવાઇ ગયા હતા.આખરે બીજી બસોની વ્યવસ્થા કરીને બે થી ત્રણ કલાક બાદ મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા.

દુમાડ ચોકડી પાસે નશામાં ચૂર ટ્રક ડ્રાઇવરે કારને અડફેટમાં લેતાં પરિવારનો બચાવ

દુમાડ ચોકડી પાસે ગઇ સાંજે નશામાં ધૂત ટ્રક ચાલકે એક કારને ટક્કર મારતાં દર્શનાર્થી પરિવારનો બચાવ થયો હતો.

ન્યુ વીઆઇપી રોડ ખાતે શિવમ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઇ વરિયાએ કહ્યું છે કે,સારંગપુર ખાતે દર્શન કરી અમે કારમાં પરત આવી રહ્યો હતો ત્યારે દુમાડ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલી ટ્રકે અકસ્માત કરતાં કારને નુકસાન થયું હતું.

આ બનાવમાં પરિવારજનોનો બચાવ થયો હતો.પોલીસને જાણ કરતાં  સમા પોલીસ ટ્રક ડ્રાઇવર અમિત સુરેશ બાવરીયા(અલવર, રાજસ્થાન)ને ટ્રક સાથે પોલસ સ્ટેશને લાવી અટકાયત કરી હતી.


Google NewsGoogle News