Get The App

૮૩ વર્ષના સિનિયર સિટિઝનને સ્વાઇન ફ્લૂ થતા હોસ્પિટલમાં દાખલ

એક અઠવાડિયા પહેલા ૫૭ વર્ષના દર્દીનું મોત થયું હતું

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
૮૩ વર્ષના સિનિયર સિટિઝનને સ્વાઇન ફ્લૂ થતા હોસ્પિટલમાં દાખલ 1 - image

વડોદરા,શહેરમાં થોડા દિવસ પહેલા ૫૭ વર્ષના દર્દીનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત થયું હતું. આજે વધુ એક પોઝિટિવ કેસ સ્વાઇન ફ્લૂનો નોંધાયો છે.

શહેરના મુજમહુડા વિસ્તારમાં રહેતા ૮૩ વર્ષના વૃદ્ધની તબિયત બગડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનો સ્વાઇન ફ્લૂનો  રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી હજી કોઇ જાણકારી આરોગ્ય વિભાગ પાસે નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના દર્દીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને  પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓની તબિયત બગડતા તેઓને છેવટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.


Google NewsGoogle News