વડોદરા: ચોરીની એકટીવા સાથે 18 વર્ષનો યુવક ઝડપાયો

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
વડોદરા: ચોરીની એકટીવા સાથે 18 વર્ષનો યુવક ઝડપાયો 1 - image


Image: Freepik

નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન બાતમી મળેલ કે, મરૂન કલરની એકટીવા નં. GJ-06-એફઆર 2111 જેને એક ઇસમ વિરભગતસીંહ ચોકથી પથ્થરગેટ ચોકી વચ્ચે આવતા રોડ ઉપરથી પસાર થનાર છે. બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો રામજી મંદિર પાસે છુટા છવાયા વોચમાં બેસી તે એકટીવા લઈને ઇસમ પસાર થતો તેને રોકી પકડી પાડેલ. તેનુ નામઠામ પુછતા તે દેવાંગ ઉર્ફે પીલ્લુ યોગેશ પટેલ (ઉ.વ.૧૮, રહે. રામદેવ નગર-૧, ટીકટોક મોલની બાજુમાં, આજવા રોડ)નો હોવાનુ જણાવેલ હતું. વધુ તપાસમાં માલૂમ પડ્યું હતું કે, એકટીવા તા.૧૮/૦૪/૨૦૨૪ના રોજ ગાજરાવાડી જગન્નાથ એપાટર્મેટના પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી એક્ટીવા, ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.


Google NewsGoogle News