ગોધરાના સીરપ કેસમાં બોટલનો જથ્થો સપ્લાય કરનાર વડોદરાનો અલ્તાફ પકડાયો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ગોધરાના સીરપ કેસમાં બોટલનો જથ્થો સપ્લાય કરનાર વડોદરાનો અલ્તાફ પકડાયો 1 - image

વડોદરાઃ ગોધરાના સીરપ કેસમાં વડોદરાના એક યુવકને ઝડપી પાડી ગોધરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે.

એક વર્ષ પહેલાં ગોધરાના લાલબાગ ટેકરી મેદાનમાંથી પોલીસે એક કારમાંથી નશીલી સીરપની ૪૬ બોટલ પકડી હતી.પોલીસે આ કેસમાં ત્રણ જણાની પૂછપરછ કરતાં વડોદરાના અલ્તાફે જથ્થો આપ્યો હોવાની વિગતો ખૂલી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ અંગે જાણ કરવામાં આવતાં વોચ રાખવામાં આવી હતી.પોલીસે પ્રતાપ નગર રોડ પર અલ્પના સિનેમા નજીકથી અલ્તાફ ઉર્ફે બકા ઐયુબભાઇ શેખ(દરબાર ચોક,જહાંગીરપુરા, વાડી)ને ઝડપી પાડયો હતો.

અલ્તાફે સીરપનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને કોને સપ્લાય કર્યો હતો તેની તપાસ માટે આરોપીને ગોધરા એ ડિવિઝનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.


Google NewsGoogle News