એમજીવીસીએલનો લાખો રૂપિયાનો સામાન ભંગારમાં ફેરવાયાનો આક્ષેપ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
એમજીવીસીએલનો લાખો રૂપિયાનો સામાન ભંગારમાં ફેરવાયાનો આક્ષેપ 1 - image


પાળજની વિભાગીય કચેરી નજીક

તટસ્થ તપાસ કરાવી દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી 

આણંદ: પેટલાદ તાલુકાના પાળજ ગામે આવેલી એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી નજીક એક ખુલ્લી જગ્યામાં કચેરીનો લાખ્ખો રૂપિયાનો માલસામાન ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટુ ભોપાળુ નીકળવાની શક્યતાઓ હોવાના આક્ષેપો ઉઠયાં છે.

પેટલાદની એમજીવીસીએલની વિભાગીય કચેરી હેઠળ પાળજ પેટા વિભાગ નજીક એક ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી લાખ્ખો રૂપિયાનો માલસામાન એકત્ર કરવામાં આવ્યો છે. પેટા વિભાગીય કચેરીના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની મીલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા લાખ્ખો રૂપિયાના સરસામાનની ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. એમજીવીસીએલ દ્વારા વિવિધ પ્રકારના કામકાજ માટે ટેન્ડર મંજુર કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર આપ્યા પછી સ્ટોરમાંથી માલસામાન પુરો પાડવામાં આવે છે. જો કે કામ પૂર્ણ થયા બાદ વધેલો માલસામાન અને સ્ક્રેપમાં નીકળેલો સામાન પાછો સ્ટોરમાં જમા કરાવ્યા બાદ જ પેમેન્ટ થતું હોય છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી લાખ્ખો રૂપિયાનો માલસામાન હાલ ભંગાર હાલતમાં ફેરવાયો હોવા સાથે કેટલાક માલસામાનની ચોરી પણ થતી હોવાના આક્ષેપો ઉઠયાં છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.


Google NewsGoogle News