વડોદરામાં કપુરાઈ ટાંકીથી તમામ ઝોનનું પાણી કાલે ઓછા દબાણથી ઓછો સમય મળશે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કપુરાઈ ટાંકીથી તમામ ઝોનનું પાણી કાલે ઓછા દબાણથી ઓછો સમય મળશે 1 - image

image : Freepik

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં કપૂરાઈ ટાંકી ખાતે રીપેરીંગની કામગીરી આજે સાંજે તા.6 ના પાણી અપાયા બાદ કામગીરી કરવાની હોવાથી શનિવાર તા.7મીએ કઈ ટાંકી થી પાણી વિતરણ કરાયા બાદ સવાર સાંજના તમામ ઝોનનું પાણી નિયત સમય કરતા ઓછા સમય માટે અને મોડેથી તથા ઓછા પ્રેશરથી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં કપૂરાઈ ટાંકી ખાતે એચડી પેનલ દૂરસ્તીની કામગીરી કરવાની તા.6ઠ્ઠીને શુક્રવારે સાંજના પાણી વિતરણ બાદ હાથ ધરવાની છે જેથી બીજા દિવસે ત્યાં 7મી ને શનિવારે કપુરાઈ ટાંકીથી પાણી વિતરણ કરવામાં આવતા સવાર સાંજના તમામ ઝોનના પાણીનું વિતરણ નિયત સમય કરતા ઓછું અને વિલમથી તેમજ ઓછા પ્રેશરથી આપવામાં આવશે. જેની નોંધ વિસ્તારના સ્થાનિક રહીશોએ નોંધ લેવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.


Google NewsGoogle News