વાવાઝોડા ઈફેક્ટ: ચેન્નઈમાં કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થતા દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
વાવાઝોડા ઈફેક્ટ: ચેન્નઈમાં કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થતા દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ 1 - image

image : wikipedia/Freepik

- પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર ઠપ્પ થવાથી ખાતામાં બેલેન્સ હોવા છતાં ચેક રીટર્ન ચાર્જ કપાતા ગ્રાહકોમાં રોષ

વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

વાવાઝોડા ઇફેક્ટથી કેન્દ્ર સરકાર હસ્તકની દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં કોમ્પ્યુટર સિસ્ટમો ઠપ થઈ જતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

તાજેતરમાં આવેલા વાવાઝોડાએ તમિલનાડુમાં ભારે નુકસાન કર્યું હતું. ચેન્નઈમાં થયેલી ભારે અસર અને ઝંઝાવાતી વાવાઝોડા સહિત ભારે વરસાદના કારણે કેન્દ્ર સરકારના પોસ્ટ ઓફિસ વિભાગના કોમ્પ્યુટરની મુખ્ય સિસ્ટમ ચેન્નઈ ખાતે છે. જે ઠપ્પ થયું હતું. પરિણામે વડોદરા જીપીઓ સહીત દેશભરની તમામ પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર ઠપ્પ થવાના કારણે વડોદરાની જીપીઓ સહિત સબપોસ્ટ ઓફિસોના ખાતાધારકોના 150 જેટલા ચેકનું ક્લિયરિંગ અટક્યું હતું. પરંતુ આ તમામ પોસ્ટ ખાતાના રિટર્ન થયેલા ચેક અંગે પોસ્ટ ઓફિસના ગ્રાહકોના ખાતામાંથી પ્રતિ ચેક રિટર્ન પેટે દેશભરના ખાતા ધારકોના લાખો રૂપિયા કપાઈ ગયા હોવાની બાબતે ભોગ બનનાર પોસ્ટના ગ્રાહકોમાં કચવાટ ફેલાયો છે. જો કે પ્રતિ ચેક રીટન અંગેનો ચાર્જ રૂપિયા 140 છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તમિલનાડુ ખાતે મીચોંગ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. પરિણામે દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર ઠપ્પ થયા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર હસ્તકની તમામ એક લાખથી વધુ પોસ્ટ પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરોનું સંચાલન ચેન્નઈ ખાતેના મુખ્ય સર્વર દ્વારા થાય છે. જો ચેન્નઈ ખાતેના સર્વરમાં કાંઈ ખામી સર્જાય તો દેશભરની તમામ પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટર થઈ જાય છે.ભારે વરસાદ અને તોફાની પવનના કારણે ચેન્નઈ ખાતે કેન્દ્ર સરકારના પોસ્ટ ઓફિસનું આવેલું સર્વર તાજેતરમાં એકાએક ડાઉન થઈ હતી. પરિણામે દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરો ઠપ્પ થતા પોસ્ટ ઓફિસોની કામગીરી ખોરવાઈ હતી. એના મેં પોસ્ટ ઓફિસોના તમામ કર્મચારીઓને માથે હાથ દઈને બેસી રહેવું પડ્યું હતું અને પોસ્ટ ઓફિસોમાં આવતા ગ્રાહકોને વિલા મોઢે જે તે દિવસે પરત જવાનો વારો આવ્યો હતો. 

જોકે પોસ્ટ ખાતામાં સેવિંગ ખાતા વિવિધ સ્કીમના ખાતા ધરાવનારા પાસે પોસ્ટ ઓફિસના ખાતાની ચેકબુક પણ હોય છે. આવા ખાતાધારકોના અન્ય ખાતા જુદી જુદી સહકારી અને નેશનલાઈઝડ બેંકમાં પણ ખાતું હોય છે અને એ ખાતાની ચેકબુક પણ તેમની પાસે હોય છે. આવા ખાતાધારકો પોતાની જરૂરિયાત મુજબ ચેકથી એક બીજી જગ્યાએ નાણા ટ્રાન્સફર કરતા હોય છે. આવા ખાતાધારકોએ પોસ્ટ ઓફિસના ખાતાના ચેકથી નાણા પોતાની બેંકના ખાતામાં ટ્રાન્સફર પ્રવાહ પોસ્ટ ઓફિસના ખાતાનો પોતાનો ચેક પોતાના બેંક ખાતામાં ભર્યો હતો.  પરંતુ ચેન્નઈ ખાતે આવેલા વાવાઝોડાના કારણે પોસ્ટ ઓફિસનું મુખ્ય સર્વર થયું હતું. દેશભરની તમામ પોસ્ટ ઓફિસના કોમ્પ્યુટર ઠપ્પ થઈ ગયા હતા. પરિણામે બેંકમાં ખાતાધારકોએ બેંકમાં જમા કરાવેલા પોસ્ટ ઓફિસોના ચેક રીટર્ન થયા હતા.

જો કે નવાઈની વાત એ છે કે, મદ્રાસ ખાતેની સિસ્ટમ થઈ જવાના કારણે વડોદરા સહિત દેશભરની પોસ્ટ ઓફિસોના કોમ્પ્યુટરો ઠપ્પ થયા હતા. પરિણામે આવા તમામ ચેકો રીટર્ન થતા પોસ્ટ ઓફિસના તમામ ખાતાદારો કે પોસ્ટ ઓફિસના પોતાના ખાતામાંથી બેંકના પોતાના ખાતામાં નાણા ટ્રાન્સફર કર્યા હતા તેમના ચેક રીટર્નલ થયા હતા. પરંતુ પોસ્ટ ઓફિસનો ચેક રીટર્ન થવાના કારણે ખાતાધારકના ખાતામાંથી ચેક રીટર્ન થવાના ચાર્જ પેટે બારોબાર કપાઈ ગયા હતા. આવા લાખો રૂપિયા કપાઈ જતા પોસ્ટ ખાતાના ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે. પ્રતિ ચેક રિટર્ન પેટે રૂપિયા 140 પ્રત્યેક પોસ્ટ ખાતાધારકના કપાયા છે

આ અંગે વડોદરા જીપીઓના સિસ્ટમ મેનેજરે જણાવ્યું હતું કે ચેન્નાઇ ખાતે તમામ પોસ્ટ ઓફિસોની સિસ્ટમ ચાલે છે જેમાં પ્રોગ્રામો પણ ત્યાંથી જ ફીડ થતા હોય છે પરિણામે ત્યાંથી જ ચેક રીટર્ન અંગે સિસ્ટમ મુજબ નાણા કપાઈ ગયા છે જેમાં કોઈપણ પોસ્ટ ઓફિસના અધિકારીઓ કે કર્મચારીઓ આ બાબતે કાંઈ સુધારા વધારા કરી શકતા નથી. રીટર્ન થયેલા ચેક ફરી વખત પ્રોડ્યુસ કરી શકાય છે.


Google NewsGoogle News