ભાયલીની વિબગ્યોર સ્કૂલમાં પીધેલાએ ધાંધલ મચાવી પ્રિન્સીપાલને લાફો ઝીંક્યો
વડોદરાઃ ભાયલીની હાઇસ્કૂલમાં આજે સવારે પીધેલા એક વાલીએ પ્રિન્સિપાલ સાથે તકરાર કરી ભારે ધાંધલ મચાવતાં પોલીસ વાલી અને પ્રિન્સિપાલને લઇ ગઇ હતી.જ્યાં વાલી સામે પીધેલાનો તેમજ મારામારીના બે કેસ નોંધાયા હતા.
ભાયલીની વિબગ્યોર સ્કૂલના પ્રિન્સિપાલ મિલિન્દ ફડકેએ પોલીસને કહ્યું છે કે,આજે સવારે હું હાજરી ચેક કરવા માટે નીકળીને મારી ઓફિસમાં આવ્યો ત્યારે મારા પીએ સાથે કોઇ વાલી બોલાચાલી કરતો હતો.
જેથી મેં શું થયું છે તેમ પૂછતાં ઝઘડો કરનારે મારી સાથે ગાળાગાળી કરવા માંડી હતી.તમે છોકરાઓનું ધ્યાન આપતા નથી, મેનેજમેન્ટ સારૃં નથી,આજે છોડીશ નહિં..પતાવી દઇશ તેમ કહી મારી સાથે પણ ઝપાઝપી કરી લાફો મારી દીધો હતો.
સ્ટાફ દોડી આવતાં પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે તપાસતાં કિરીટ ઉકાભાઇ ઠુમર (સપ્તરોજેટ,વાસણા-ભાયલી રોડ)નશામાં ધૂત હોવાનું જણાઇ આવ્યું હતું.