અક્ષયના પિતાની ફરિયાદ મહિલા અને તેના મિત્રે જાતિ અપમાનિત શબ્દો કહી ધમકી આપી

અક્ષય હાલમાં પાસા હેઠળ જેલમાં છે : મહિલાનો નિર્વસ્ત્ર વીડિયોની ઘટના હજી શાંત પડત ી નથી

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
અક્ષયના  પિતાની  ફરિયાદ   મહિલા અને તેના મિત્રે જાતિ અપમાનિત શબ્દો કહી ધમકી આપી 1 - image

વડોદરા,અગાઉ આંકડાનો ધંધો કરતી મહિલાએ જે યુવક સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે યુવકના પિતાએ મહિલા સામે ધમકી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.

મકરપુરા એરફોર્સ પાછળ શિવમ પેરેડાઇઝમાં રહેતા અશોકભાઇ ઇશ્વરભાઇ સોલંકીના પુત્ર અક્ષય સોલંકી સામે સાત મહિના અગાઉ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે,  હું આંકડાનો ધંધો કરતી હોવાથી કથિત પત્રકારોએ મારી પાસે ખંડણી માંગી હતી. હું તેઓને વશ નહીં થતા તેઓએ મને ધમકી આપી હતી. તેઓના ત્રાસથી કંટાળીને મેં જાતે મારા કપડા ફાડી નાંખતા આરોપીઓએ મારો વીડિયો ઉતારી વાયરલ કરી દીધો હતો. આ ગુનો દાખલ થયા પછી અક્ષય સોલંકી સામે અન્ય ગુનાઓ પણ દાખલ થયા હતા. જેથી,  પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી  હતી. વીડિયો વાયરલ થયાના કેસની ફરિયાદ નોંધાવનાર મહિલા અને તેના મિત્ર અલતાફહુસેન સફીમહંદમ મલેક ( રહે. ચોખંડી) સામે અક્ષય સોલંકીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, મહિલા અને તેના મિત્ર અલતાફે મને  જાતિ અપમાનિત શબ્દો કહી ધમકી આપી હતી. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News