આજવા સરોવરની સપાટી 211.60 ફૂટ: ચાર દિવસથી સમી સાંજે ભારે વરસાદ : મોસમનો કુલ વરસાદ 77 ટકા
image : Filephoto
Vadodara Rain Update : વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દિવસ દરમિયાન ધીમીધારે ઝરમર વરસાદ અવારનવાર પડતો રહે છે. જ્યારે ચારેક દિવસથી સાંજના સમયે એકાદ બે કલાક એકાદ બે ઇંચનું જોરદાર ઝાંપટુ પડી જાય છે. જ્યારે ધીમી ધારે ઝરમર વરસાદ એક સપ્તાહથી અવારનવાર જારી છે. વડોદરા શહેરમાં મોસમનો કુલ વરસાદ 77 ટકા પડ્યો છે. જ્યારે જિલ્લામાં 63.42 ટકા નોંધાયો છે. આજવાની સપાટી 211.60 ફૂટ છે. અને વિશ્વામિત્રી નદી 16 ફૂટે વહી રહી છે.
જોકે આજવા સરોવરની સપાટી આગામી 15મી ઓગસ્ટ સુધી 212 ફુટ સુધી રાખવા પાલિકા તંત્ર દ્વારા નિર્ણય લેવાયેલો છે. આમ હવે આજવાની સપાટી માત્ર 0.40 ફૂટ ઓછી હોવાથી શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત રહેશે નહીં.