ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના 15000 સ્નાતકોને એરબસ રોજગારી આપશે
વડોદરા સ્થિત રેલ્વેની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને એરબસ વચ્ચે એરોસ્પેસ શિક્ષણ અને સંશોધન માટે કરાર
વડોદરા : ભારતમાં રેલ્વે, ઉડ્ડયન, શિપિંગ, બંદરો, હાઇવે, રસ્તાઓ અને જળમાર્ગ જેવા પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રનું શિક્ષણ આપતી વડોદરા સિૃથત ભારતની પ્રાૃથમ યુનિવર્સિટી 'ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય' (જીએસવી) અને વિમાન બનાવતી આંતરરાષ્ટ્રીય કંપની એરબસ વચ્ચે સમજૂતી કરાર કરવામા આવ્યા છે.
આ કરારમાં જીએસવીના ૪૦ વિદ્યાાૃર્થીઓ માટે સંપૂર્ણ શિષ્યવૃત્તિ કાર્યક્રમ, જીએસવી ખાતે સેન્ટર આફ એક્સેલન્સની સૃથાપના અને જીએસવી ખાતે એરબસ એવિએશન ચેર પ્રોફેસરશિપની સૃથાપનાનો સમાવેશ ાૃથાય છે. વાૃધુમાં, જીએસવી અને એરબસ ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરતા વ્યાવસાયિકોની વિશેષ તાલીમ માટે પણ ભાગીદારી કરશે. દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એરબસ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર રેમી મેલાર્ડે હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચેન્સેલર મનોજ ચૌાૃધરી પણ ઉપસિૃથત રહ્યા હતા.
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે 'ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેની આ ભાગીદારી પરિવહન ક્ષેત્રના ભાવિને મજબૂત બનાવવા માટે સહયોગ કરશે, જ્યારે રેમી મેલાર્ડે કહ્યું હતું કે આ એમઓયુ હેઠળ, અમે ભારતમાં અમારી સપ્લાય ચેઇનમાં ૧૫,૦૦૦ વિદ્યાાૃર્થીઓને રોજગારની તકો પૂરી પાડીશું.