Get The App

આંગણવાડી અને આશા વર્કરો દ્વારા માગો પૂરી કરવા આંદોલન

કલેકટર કચેરી બહાર સૂત્રોચ્ચાર ગજવીને આવેદનપત્ર સુપરત કર્યું

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
આંગણવાડી અને આશા વર્કરો દ્વારા માગો પૂરી કરવા આંદોલન 1 - image

વડોદરા,વડોદરા જિલ્લાની આંગણવાડી આશાવ્રકર તથા હેલ્પર બહેનો કોઠી કલેકટર ઓફિસની સામે મેદાનમાં એકત્રીત થઇ પોતાની પડતર માંગણીઓ અંગે દાખાવ કરીને આવેદનપત્ર આપ્યું હતું. ગઇકાલે દેશવ્યાપી આંદોલન તથા તમામ સ્કીમ વર્કરે હડતાલ પાડી કામગીરીથી અલગ રહ્યા હતા.

લાંબા સમયથી આંગણવાડી, આશા વર્કર, વગેરેએ પોતાની માંગણીઓ રજુ કરી હોવા છતાં સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ માટે બેઠક યોજેલ નથી. આ બહેનો ઉપર મોબાઇલ ડેટા એન્ટ્રી સહિત મુજબ કામનો બોજ વધતો જાય છે, તે પ્રમાણે વળતર કે વેતન વધતું નથી. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ૨૦૨૨ માં થયેલ સમાધાનનો પણ પૂર્ણ અમલ થયેલ નથી. ૬ માસ વધુ સમયથી રૃપિયા ૨૫૦૦ વધારો કે ઇનસેટિવની રકમ ચૂકવી નથી. મંજુર ડ્રેસ તૈયાર હોવા છતાં અપાતા નથી.

કેન્દ્ર દ્વારા તમામ યોજના કર્મચારીઓના પગાર તથા કામગીરી શરતોમાં સુધારો કરી કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા શરુ કરવા, તમામ રાજયોમાં અલગ અલગ યોજનાના કર્માચારીઓના એક સમાન મિયમ ઘડવા, યોજનાઓનું ખાનગીકરણ બંધ કરવા, સાર્વજનિક સેવાઓનું ખાનગીકરણ બંધ કરવા તથા ચાર લેબર કોડ પાછા ખેંચવાની માગણી કરવામાં આવી છે.

ASD



Google NewsGoogle News