Get The App

ડીઝલ ચોરીના વાયરલ વિડિયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું : બાલાજી સિક્યુરિટીને 50,000 નો દંડ : કર્મચારીને છૂટા કર્યા

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ડીઝલ ચોરીના વાયરલ વિડિયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું : બાલાજી સિક્યુરિટીને 50,000 નો દંડ : કર્મચારીને છૂટા કર્યા 1 - image


Vadodara Corporation News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ પુલ દ્વારા ઢોર પાર્ટીના વાહનમાંથી ડીઝલ ચોરીના વાયરલ વીડિયો બાદ તંત્ર એક્સનમાં આવ્યું છે. બાલાજી સિક્યોરિટી નામના કોન્ટ્રાકટરને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે ચોરી ઝડપાયા બાદ પાલિકા પોલીસ કેસ કરવાનું કેમ ટાળી રહ્યું છે.

 વડોદરા કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી થતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. આ દરમ્યાન વ્હીકલપુલ દ્વારા ઢોર પાર્ટીને ફાળવવામાં આવેલા વાહનમાંથી ડીઝલ ચોરીનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં આવ્યા હતા. તેમણે કોન્ટકટર બાલાજી સિક્યોરિટીને રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ડીઝલ ચોરી કરતા કર્મચારી ચિરાગ જેઠવાને છૂટા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ ચોરીના બનાવો રોકવા પોલીસ ફરિયાદ કરવાને બદલે કોન્ટ્રાક્ટરને માત્ર દંડ કરીને સત્તાધીશોએ સંતોષ માન્યો છે. ઢોર પાર્ટીના વાહનો ક્યાં ફરે છે અને કેટલું ડીઝલ વપરાય છે તે માટે લોગ બુક રાખવાની હોય છે. કોઈ લોગ બુક મેન્ટેન થતી નથી. જો ડીઝલના વપરાશનો હિસાબ રાખવામાં ના આવે તો ચોરી થાય એ સ્વાભાવિક છે. આથી વિશેષ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પણ પાલિકાના અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવાનું કેમ ટાળે છે?


Google NewsGoogle News