ગેંગરેપઃ હવસ પુરી કર્યા બાદ બળાત્કારીઓ બાઇક પર 48 કિમી ફર્યા,ગોગલ્સ પરથી મહત્વની કડી હાથ લાગી
વડોદરાઃ બળાત્કાર ગુજાર્યા બાદ હવસખોરો દોઢ થી બે કલાક સુધી સાથે ફર્યા હોવાની વિગતો પોલીસની તપાસમાં ખૂલી છે.
ભાયલીમાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપ ગુજારનાર લઘુમતી કોમના પરપ્રાંતીય હવસખોરો બનાવ બાદ લગભગ ૪૮ કિમી વિસ્તારમાં સાથે ફર્યા હતા.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,બળાત્કારીઓના પુરાવા એકત્રિત કરવા માટે પોલીસની ટીમોએ તેઓ ૪૮ કિમી સુધી જે રૃટ પર ફર્યા હતા ત્યાંથી સીસીટીવી ફૂટેજ તેમજ કોલ્સ ડીટેલ સહિતના પુરાવા તપાસ્યા હતા.
તપાસ દરમિયાન પોલીસને મોટર સાઇકલનો નંબર પણ મળ્યો હતો.જે મહત્વનો પુરવાર થયો હતો.આ દરમિયાન ત્રણેય આરોપીઓ કેટલાક સ્થળે રોકાયા પણ હતા અને દોઢ થી બે કલાક બાદ તેઓ છૂટા પડયા હતા.
ત્રણ બળાત્કારીઓની સાથે આવેલા બે મિત્રોની પૂછપરછ
ભાયલીમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર ત્રણ બળાત્કારીઓની સાથે બાઇક પર બીજા બે મિત્રો પણ આવ્યા હતા.પરંતુ બળાત્કાર થાય તે પહેલાં તેઓ સ્થળ પરથી ચાલ્યા ગયા હતા.પીડિતા પાસેથી પોલીસે વિગતો મેળવ્યા બાદ વધુ તપાસ કરી હતી.જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે સઇફઅલી બનજારા અને અજમલ બનજારાની પણ અટકાયત કરી વડોદરા તાલુકા પોલીસને સોંપી દેતાં તેઓ વધુ પૂછપરછ કરશે.
સ્થળ પરથી મળેલા ગોગલ્સ પરથી મહત્વની કડી મળી
ગેંગરેપનો બનાવ બન્યો તે સ્થળ પરથી પોલીસને ગોગલ્સ હાથ લાગ્યા હતા.જે ગોગલ્સની તપાસ કરાવતાં આ ચશ્માની કિંમત રૃ.૫૦ થી ૧૦૦ વચ્ચે હોવાનું જાણવા મળ્યું હતું.જેના પરથી આરોપીઓ શ્રમજીવી જેવા હશે તેમ પોલીસે અનુમાન કર્યું હતું અને કડી મહત્વની પુરવાર થઇ હતી.