સયાજીબાગમાં હાથી બાદ ડાયનોસોર, ઝીબ્રા તથા જિરાફનું સ્ટેચ્યૂ આવી ગયું
બાળકોમાં આકર્ષણ ઊભું થશે ઃ થોડા દિવસમાં તમામ સ્ટેચ્યૂ ગોઠવી દેવાશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સયાજીબાગને વિકસિત કરવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ પર લેવાયું છે. કોર્પોરેશન દ્વારા ૧.૮૦ કરોડના ખર્ચે જુદા જુદા કામો ચાલુ કરાયા છે. ખાસ તો બાળકોમાં આકર્ષણ ઊભું કરવા માટે હાથીનુ સ્ટેચ્યૂનું આગમન થયા બાદ આજે ડાયનોસોર,ઝીબ્રા તથા જિરાફનું સ્ટેચ્યૂ પણ આવી પહોંચ્યું હતું. હાથીનું વજન ૭૦૦ કિલો છે જે ફાઇબર માંથી બનેલો છે આ હાથીની લંબાઈ ૧૧ફૂટ છે અને પહોળાઈ ૧૪ ફૂટ છે એ જ પ્રમાણે ડાયનાસોરનું ું વજન પણ ૭૦૦ કિલો જેટલું છે.આ સ્ટેચ્યુ ના અમુક ભાગ મુવેબલ હશે, એટલે કે હાથીની સૂંઢ હાલક ડોલક થતી રહેશે. જેમાંથી હાથી બોલે તેવો અવાજ સંભળાશે. ડાયનાસોરની ડોક પણ હલનચલન કરશે. ૧૫ દિવસ બાદ બાગમાં યોગ્ય જગ્યા શોધીને પ્રસ્થાપિત કરાશે.