Get The App

છૂટાછેડા પછી પત્નીના ઘરે જઇ ઝપાઝપી કરતો પતિ

ઝપાઝપીમાં પત્નીના ગળામાંથી સોનાની ચેન તૂટી ગઇ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News

 છૂટાછેડા પછી  પત્નીના ઘરે જઇ ઝપાઝપી કરતો  પતિ 1 - imageવડોદરા,છૂટાછેડા પછી અલગ રહેતી પત્નીના ઘરે જઇને ઝપાઝપી કરનાર પૂર્વ પતિ સામે પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અટલાદરા દીપ પાર્ટી પ્લોટ પાસે આર્યા એમ્પાયરમાં રહેતા  પૂજાબેન મોરે બ્યુટિ પાર્લર ચલાવે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ સાથે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલે છે. અમે વર્ષ - ૨૦૧૯ માં નોટરી રૃબરૃ છૂટાછેડા લીધા છે. મારા પતિ અવાર - નવાર મારા ઘરે આવીને મારી સાથે કોઇ પણ કારણ વગર ઝઘડો કરે છે. ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું મારા ઘરે હતી. તે દરમિયાન મારો પતિ હિમાંશુ આવ્યો હતો. મારી દીકરીને લઇને નીચે જતો રહ્યો હતો. મારી દીકરી બૂમો પાડતા હું મારી દીકરીને લેવા માટે નીચે ગઇ હતી. મારા પતિએ મારી સાથે ઝઘડો કરી ગળાના ભાગે નખ  મારી દીધો હતો. અને હાથ મચકોડી નાંખ્યો હતો. ઝપાઝપીમાં મારી ચેન તૂટી  ગઇ હતી. અમારા ફ્લેટમાં રહેતા લોકો વચ્ચે પડતા મારો પતિ ભાગી ગયો હતો.


Google NewsGoogle News