૧૦૩ વર્ષના નિવૃત્ત એરફોર્સ અધિકારીના અવસાન પછી તેમના દેહનું દાન કરાયું
૫૧ વર્ષની ઉંમરે પેરાલિસિસનો એટેક આવ્યો હતો , મનોબળ અને સખત પરિશ્રમ થકી સાજા થયા હતા
વડોદરા,૧૦૩ વર્ષની ઉંમેર અવસાન પામેલા વાઘોડિયા રોડના નિવૃત્ત એરફોર્સ અધિકારીના દેહનું દાન બરોડા મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. ૧૦૩ વર્ષનું જીવન જીવ્યા પછી દેહદાન કરીને તેમના પરિવારે સમાજમાં સેવાનો એક મેસેજ આપ્યો છે.
વાઘોડિયા રોડની નાલંદા સોસાયટીમાં રહેતા દત્તાત્રય રામચંદ્ર શિકેરકર રિટાયર્ડ એરફોર્સ અધિકારી હતા. તેમનું મૂળ ગાંવ કેરી (ગોવા) હતું. એર ફોર્સ અધિકારી હોવાના કારણે તેમનું જીવન શિસ્તપ્રિય હતુમ. ૯૨ વર્ષ સુધી તે સવારે ૫ વાગે ઉઠીને સૂર્યનમસ્કાર કરતા હતા. તેઓ રોજ રામરક્ષાપાઠ ,ગુરુચરિત્રપાઠ કરતા હતા . ઓગસ્ટ ૨૦૨૪માંં પૂર્વસૈનિક સેવા પરિષદ તરફથી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમણે વર્ષ ૧૯૯૫ માં દેહદાનનું ફોર્મ ભર્યુ હતું.
તેઓની ઉમર જ્યારે ૫૧ વર્ષ હતી ત્યારે ે પેરાલિસિસનો એટેક આવ્યો હતો. ત્યારે ડોક્ટર્સ નું કેહવું હતું કે, રિકવરી ની બહુ આશા નથી. પરંતુ, સખત પરિશ્રમ થકી બે વર્ષમાં જ તેઓ પેરાલિસિસની અસરમાંથી બહાર આવી ગયા હતા.તેમના પત્નીનું વર્ષ - ૨૦૧૭માં અવસાન થયું હતું. તેમના અવસાન પછી તેઓની આંખો દાન કરીને પરિવારે અન્યના જીવનમાં નવી રોશની ફેલાવી હતી.
ગત તા. ૫ - ૦૪ - ૨૦૨૪ ના રોજ ૧૦૩ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું હતું. તેમની ઇચ્છાનુસાર, તેમના પરિવારે તેમનું દેહદાન મેડિકલ કાલેજ વડોદરાના એનોટામી વિભાગમાં કરીને તેમની સમાજ સેવાની અંતિમ ઇચ્છા પણ પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળથી દેહદાન ની સંખ્યા ઓછી થઇ છે .પરંતુ, મેડિકલવા વિદ્યાર્થીઓને અધ્યયન તથા રિસર્ચ માટે દેહની જરૃર પડે છે. ત્યારે ૧૦૩ વર્ષ ની ઉંમરે નિવૃત્ત એરફોર્સ અધિકારીના દેહનું દાન તેમના માટે ઘણું જ ઉપયોગી થઇ રહ્યું હતું.