કોર્ટ મેરેજ કર્યા બાદ ભાડે રહેતા દંપતીને ઝગડો થતાં પતિ પત્નીને મૂકી ચાલ્યો ગયો
Vadodara News : કોર્ટ મેરેજ કર્યા બાદ ભાડે રહેતા દંપતીમાં ઝગડો થતાં પતિએ પત્ની ને મૂકી ને જતા રહેતા પીડિતા એ 181 અભયમની મદદ મેળવી હતી.
181 મહિલા હેલ્પલાઇન પર પીડિતા બેનનો કોલ આવ્યો કે મને મારાં પતિ 3 દિવસ થી મૂકીને જતો રહ્યો છે આથી સમજવવા મદદની જરૂર છે એ સમયે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જણાવે છે હું સોશિયલ મડિયાના માધ્યમ થી એક વ્યક્તિના સંપર્કમાં આવી છોકરો મને પસંદ કરતો હતો. 1 વર્ષ વાતચીત કરી અને અમે બન્ને લગ્નનો વિચાર કર્યો પણ પરિવારવાળાના માન્ય એટલે અમે જાતે કોર્ટ મેરેજ કરી ભાડે અલગ રહેવા ગયા 6 મહિના સારુ રહ્યું પછી મારો પતિ મારી જોડે વાત કરવાનું ઓછું કર્યું સરખી વાત ના કરેને રોજ થવા લાગ્યું મે એ રીતે માનસિક રીતે પરેશાન હતી. 3 દિવસ થી મારો પતિ તેમના બા બીમાર છે તેમ કહી જતો રહ્યો છે. મારો કોલ ઉપાડતો નથી મને એના ઘરે લઇ જતો નથી તારે મારાં પરિવાર થી દૂર રેહવનું એમ કહે છે. અને હવે છૂટાછેડા આપવાની વાત કરે છે એટલે મારે 181 પર કોલ કરવો પડ્યો. હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું પતિ પણ પ્રાવેટ જોબ કરે છે આર્થિક પરિસ્થિતિમાં પતિ સરખી રીતે રાખતા નથી આથી હું માનસિક રીતે સ્ટ્રેસમાં છું હવે પતિ મને એકલી મૂકીને તેમના માં બાપ જોડે રહે છે. આજે આવીશ કાલે આવીશ તેમ કહી બહાના બતાવે છે.
અભયમની ટીમએ વ્યક્તિ ગત કન્સિલીંગ કરતા પતિના ઘરે જઈ તેમના પતિને મળી જાણ્યું કે પતિ પીડિતાને એકલી મૂકી પરિવાર જોડે છે અને તારી જોડે રહીશ તેવું જૂઠું બોલી પીડિતાને રાખવા ના પાડે છે પતિ કહે છે મારો પરિવાર સ્વીકરવા ત્યાર નથી.
અભયમની ટીમએ અસરકારક રીતે કાયદાકીય સમજ આપેલ બંનેની મરજી થી કોર્ટ મેરેજ કર્યા છે. પતિ તરીકે તમારી જવાબદારી બને છે પત્નીની ફરજ પડાવી હવે એકલા મૂકીને જતા રહો યોગ્ય નથી. છૂટાછેડાની ધમકીના આપી શકો તમારી પત્ની પણ તેમનો પરિવાર છોડીને આવી છે આજે તમારો સહારો બનવો જોઈએ પતિએ પોતાની જવાબદારી સમજી હતી અને લેખિત બાંહેધરી લખાણ કરેલ જે બાબતે પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.