વડોદરા જિલ્લામાં ચાંદીપુરા અને કોલેરાના કેસો બાદ એકાએક તંત્ર જાગ્યું,પંચાયતોની ટાંકીઓમાં ટીડીએસ ચેક કરવા આદેશ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News

 વડોદરા જિલ્લામાં ચાંદીપુરા અને કોલેરાના કેસો બાદ એકાએક તંત્ર જાગ્યું,પંચાયતોની ટાંકીઓમાં ટીડીએસ ચેક કરવા આદેશ 1 - imageવડોદરાઃ વડોદરા જિલ્લામાં ચાંદીપુરા અને કોલેરાના કેસો બાદ વહીવટીતંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગની ટીમો તેમજ પંચાયતના સ્ટાફને દોડતા કર્યા છે.

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં ચાંદીપુરાના બે કેસ બન્યા હતા.જેમાં એક બાળકનું મોત થયું હતું.જ્યારે,પાદરામાં શંકાસ્પદ કોલેરાના ૨૫ જેટલા કેસો બન્યા હતા અને તેમાં ત્રણ જણાને કોલેરા પોઝિટિવ આવ્યો હતો.

ચાંદીપુરા અને કોલેરાના કેસોને પગલે વડોદરા જિલ્લા પંચાયતનું તંત્ર એકાએક દોડતું થયું છે અને આરોગ્ય વિભાગની ટીમોને સાવલી તાલુકાના ૯૦ જેટલાં ગામો તેમજ બીજા તાલુકાઓમાં કાચા મકાનોમાં દવા છંટકાવ કરવા કામે લગાવી છે.

જ્યારે પાદરામાં કોલેરાના કેસો અટકાવવા માટે દૂષિત પાણીની ચકાસણી કરાતાં પાલિકાની કચેરી પાસે પાઇપ લાઇનમાં એક લીકેજ મળી આવ્યંુ હતું.જેથી સમગ્ર જિલ્લાની ગ્રામ પંચાયતોને પીવાના પાણીના ટીડીએસ ચેક કરી પંચાયતને જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

કોઇ પણ  દુર્ઘટના કે રોગચાળા પછી જ શા માટે તંત્ર દોડતું થાય છે

કોઇ પણ મોટી દુર્ઘટના થાય કે રોગચાળા જેવી સ્થિતિ સર્જાય પછી તંત્ર એકાએક દોડતું થતું હોય છે.જેથી લોકો એક સવાલ કરી રહ્યા છે કે,હંમેશા તંત્ર કોઇ ગંભીર બનાવ બને તેની જ રાહ જોતું હોય છે કે શું?આવા બનાવો ના બને તે માટે પહેલે થી જ આવી દોડાદોડી કેમ કરાતી નથી? લોકો સુરતમાં ટયુશન ક્લાસની આગની દુર્ઘટના,હરણી બોટકાંડ અને રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ જે રીતે તંત્ર કામે લાગ્યું છે તેના દાખલા પણ આપી રહ્યા છે.


Google NewsGoogle News