વડોદરા જિ.પંચાયતમાં વારંવાર માંગણી બાદ આખરે વિરોધપક્ષને ઓફિસ મળી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
વડોદરા જિ.પંચાયતમાં વારંવાર માંગણી બાદ આખરે વિરોધપક્ષને ઓફિસ મળી 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં આખરે કોંગ્રેસને ઓફિસ ફાળવવામાં આવતાં આજે સત્તાવાર રીતે વિરોધ પક્ષનું કાર્યાલય શરૃ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના સભ્યો માટે બીજા માળે ઓફિસની માંગણી કરવામાં આવતી હતી.આખરે નવા ડીડીઓના સમયમાં ઓફિસના રિનોવેશન બાદ ઓફિસ સોંપવામાં આવતા આજે વિરોધ પક્ષનું કાર્યાલય શરૃ કરવામાં આવ્યું હતું.

વિરોધપક્ષના નેતા તરીકે એમ આઇ પટેલે ચાર્જ લેતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.જ્યારે ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા નહતા.નોંધપાત્ર બાબત એ છે કે,પહેલીવાર વિરોધ પક્ષના નેતા તરીકે પિતા આઇ યુ પટેલ  બાદ ૧૨ વર્ષ  બાદ તેમના પુત્રએ વિપક્ષી નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો છે.


Google NewsGoogle News