લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવક ફરી ગયો
હરણી અને આણંદની હોટલ તથા માંજલપુર વિસ્તારમાં સંબંધ બાંધ્યા હતા
વડોદરાલગ્નનું વચન આપીને શરીર સંબંધ બાંધ્યા પછી ફરી જનાર યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીનો સંપર્ક થોડા મહિના પહેલા કમલ વિનુભાઇ મકવાણા (રહે. બાજવા) સાથે થયો હતો. કમલે લગ્નનું વચન આપીને યુવતી સાથે આણંદ, હરણી રોડની હોટલ તથા માંજલપુરના અવાવરૃ વિસ્તારમાં મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે અંગે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે.