પીસીબી પોલીસે જુગારનો કેસ કર્યા પછી બાપોદ પોલીસે પણ કેસ કર્યો
અગાઉ પીસીબીએ જ્યાંથી દારૃ પકડયો હતો, ત્યાંથી જ બાપોદ પોલીસે ફરીથી દારૃ પકડયો હતો
વડોદરા,પીસીબી પોલીસ રેડ પાડે પછી બાપોદ પોલીસનો રેડ પાડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. અગાઉ દારૃના કેસમાં અને હવે જુગારના કેસમાં પણ બાપોદ પોલીસે આ રીતે કાર્યવાહી કરી છે.
ગઇકાલે પીસીબી પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં ન્યૂ વી.આઇ.પી.રોડ મારૃતિધામ સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સંચાલક નવિનચંદ્ર જેસંગભાઇ રાજ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧૪,૨૬૦ સહિત ૪૪,૨૬૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ બાપોદ પોલીસે મોડીરાતે દોઢ વાગ્યે આજવા રોડ રણછોડ નગર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૭ જુગારીઓેને ઝડપી પાડી ૧૧,૩૫૦ રૃપિયા કબજે લીધા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પીસીબીએ દારૃનો કેસ જે સ્થળે કર્યો તે જ સ્થળે બાપોદ પોલીસે પણ થોડા સમય પછી કેસ કર્યો હતો. જેના પગલે વિવાદ સર્જાયો હતો.