પાંચ દિવસની દોડધામ પછી કોલકત્તાનો એસ્ટ્રોલોજર ઝડપાયો

મકરપુરા પોલીસની ટીમ ચાર જિલ્લા ખૂંદી વળી : આરોપીને લઇને ટીમ વડોદરા આવવા રવાના

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પાંચ દિવસની દોડધામ પછી કોલકત્તાનો એસ્ટ્રોલોજર ઝડપાયો 1 - image

 વડોદરા,માંજલપુરની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર કોલકત્તાના એસ્ટ્રોલોજર સામે પોક્સોનો ગુનો દાખલ થતા મકરપુરા પોલીસની ટીમ તેને પકડવા માટે કોલકત્તા ગઇ હતી.પાંચ દિવસની દોડદામ પછી પોલીસે તેને ઝડપી લીધો છે.  

માંજલપુર પોલીસ સ્ટેશનના ચકચાર ભર્યા બળાત્કારના કેસમાં મહિલાની ફરિયાદ તો માંજલપુર  પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પરંતુ, મહિલાની દીકરી સાથે પણ આરોપી પ્રણવ મંડલે શારીરિક છેડછાડ કરી  હતી. તેની ફરિયાદ નોંધાઇ નહતી. આ કેસની તપાસ ડીસીપી ઝોન - ૩ લીના  પાટિલને સોંપવામાં આવી હતી. ત્યારબાદ પુરાવા મળતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં એસ્ટ્રોલોજર પ્રણવ મંડલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામીન પર છૂટીને કોલકત્તા જતા રહેલા એસ્ટ્રોલોજરને પકડવા માટે મકરપુરા પોલીસની ટીમ કોલકત્તા પહોંચી ગઇ હતી. પાચં દિવસની સતત દોડધામ દરમિયાન પોલીસ આરોપીને પકડવા માટે ચાર જિલ્લા ખૂંદી વળી હતી.  છેવટે આજે પ્રણવ મંડલ કલ્યાણ ટાઉન ખાતેથી પકડાઇ ગયો હતો. તેને લઇને પોલીસની ટીમ વડોદરા આવવા રવાના થઇ છે. 


Google NewsGoogle News