ડો.જ્યોતિ પંડ્યા બાદ વડોદરાના વધુ એક મહિલા કાર્યકર જાહેરમાં આવ્યા,પક્ષના હોદ્દેદારો સામે આક્રોશ
વડોદરાઃ વડોદરા ભાજપમાં સાંસદને ત્રીજી ટર્મમાં રિપીટ કર્યા બાદ પૂર્વ મેયર ડો.જ્યોતિ પંડયાએ જાહેરમાં કરેલા વિરોધ બાદ ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા અને વાઘોડિયા તાલુકાના પ્રભારી તરીકે એક સપ્તાહમાં જ હોદ્દો છીનવી લેતાં ભારતીબેન ભાણવડિયા બહાર આવ્યા છે અને રોષ ઠાલવ્યો છે.
મીડિયા સામે આવેલા ભારતીબેને કહ્યંુ છે કે,હું બરોડા સેન્ટ્રલ બેન્કનો વહીવટ કરતી હોવાનો આક્ષેપો સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયાએ પણ તેમાં ભૂમિકા ભજવી હતી.મારે કોઇ હોદ્દો જોઇતો નથી પરંતુ એકમહિલા તરીકે મારી ઇજ્જત ઉછાળી તેનું મને દુખ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે,સેન્ટ્રલ બેન્કનો વહીવટ બદલાયો તેમાં ભરતી કૌભાંડ સામેલ છે.તેની તપાસ થવી જોઇએ.હું બેન્કની ખાતેદાર છું,લોન ધારક છું એટલે બેન્કમાં જતી હોઉં છું.શિક્ષિત પરિવારની હોવા છતાં મને બદનામ કરવામાં આવી તેનું દુખ છે.