કિસ કરતો વીડિયો ઉતારી લઇ પરિણીતાને બ્લેકમેલ કરી શારીરિક શોષણ

પતિના અફેરના પુરાવા બતાવવાનું કહી પરિણીતાને હોટલમાં બોલાવી ફસાવી દીધી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
કિસ કરતો વીડિયો ઉતારી લઇ  પરિણીતાને બ્લેકમેલ કરી શારીરિક શોષણ 1 - image

વડોદરા,તારા પતિના અફેરના પુરાવા બતાવું તેવુ ંકહીને પરિણીતાને  હોટલમાં બોલાવી આરોપીએ કિસ કરતો વીડિયો ઉતારી લીધો હતો.  આ વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાનું કહી આરોપીએ પરિણીતાનું શારીરિક શોષણ કરતા મકરપુરા પોલીસે ગુનો દાખલ  કરી આરોપીની ધરપકડ કરી છે.

શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા અને સ્ટીલને પોલિસ કરવાનો વ્યવસાય કરતા વેપારીને તેની પત્ની સાથે ખટરાગ ચાલતો હતો. તેનો લાભ ઉઠાવીને તેની પત્નીના દૂરના સંબંધી ઇન્દ્રજીતસીંગ ગંગાસીંગ પરમાર ( રહે. પવિત્ર ફ્લેટ, માણેજા ક્રોસિંગ પાસે, મકરપુરા)એ પરિણીતાને કોલ કરીને કહ્યું હતું કે, તારા પતિના અફેર બાબતે મારી પાસે માહિતી અને પુરાવા છે. તું આવીશ તો તને બતાવીશ. જેથી, પરિણીતા તેની વાતોમાં આવીને ઇન્દ્રજીતસીંગને મળવા માટે માણેજા ક્રોસિંગ પાસે આવેલી રાઉટોન  હોટલમાં ગઇ હતી. જ્યાં ઇન્દ્રજીતસીંગે પરિણીતાના  પોતાની સાથે ફોટા પાડી લીધા હતા. તેમજ પરિણીતાને કિસ કરતો વીડિયો ઉતારી લીધો હતો. આ ફોટા તથા વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાની ધમકી આપી આરોપીએ તેને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યુ હતું. આરોપીએ પરિણીતાને અવાર - નવાર  હોટલ રાઉટોન તથા એસ.કે.ગેસ્ટ હાઉસમાં બોલાવી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે, આ વાત તું કોઇને કહીશ તો તને તથા તારા પતિને જાનથી મારી નાંખીશ.

મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી ઇન્દ્રજીતસીંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે લઇ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News