૧૮ વર્ષ પૂરા થયાના બીજા જ ગણેશના પંડાલોમાં ચોરી કરી
તાંબાના વાસણો, ડી.જે. ની લાઇટ અને સાયકલ મળી ૨,૧૦૦ નો મુદ્દામાલ કબજે
વડોદરા,દાંડિયા બજાર વિસ્તારના ત્રણ ગણેશ પંડાલોમાં ચોરી કરવા ગયેલા આરોપીથી મૂર્તિઓ ખંડિત થઇ ગઇ હતી. રાવપુરા પોલીસે આરોપીની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગણેશ સ્થાપનાના બીજા દિવસે જ એકસાથે ત્રણ યુવક મંડળોમાં મૂર્તિ ખંડિત થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. રાવપુરા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી. પોલીસે આરોપી કૃણાલ વિનોદભાઇ ગોદડિયા (રહે. ગોદડિયા વાસ, નવાપુરા)ને ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કૃણાલ ચોરીના ઇરાદે ગણેશ પંડાલોમાં ગયો હતો.અને ચોરી કરતા સમયે તેનાથી મૂર્તિઓ ખંડિત થઇ હતી. કૃણાલે ચોરી કરેલા તાંબાના વાસણો, ડી.જે.ની લાઇટ તથા સાયકલ પોલીસે કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, બર્થડેના બીજા દિવસે જ તે ચોરી કરવા નીકળ્યો અને ઝડપાઇ ગયો છે.