22 દિવસ બાદ આખરે ગાંધીનગર આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ચાલુ થયો
ટેકનીકલ ખામી દૂર કરીકરી નવા સેન્સર ફીટ કરી દેતા
રોજના સરેરાશ ૮૦ ફોર વ્હિલરના ગણીને ૧,૨૦૦ જેટલા વાહનચાલકોના ટેસ્ટ લેવાયા નહીંઃહજુ ત્રણ દિવસનું વેઇટીંગ
આરટીઓમાં બારોબાર લાયસન્સ આપી દેવાના કૌભાંડમાં સાયબર
ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ કૌભાંડની તપાસ માટે ટ્રેકની મુખ્ય
કોમ્પ્યુટર સિસ્ટમ પોલીસ દ્વારા લઇ જવામાં આવતા આરટીઓમાં ત્રણથી ચાર દિવસ ટ્રેક
બંધ રહ્યો હતો અને કોઇ ટેસ્ટ લેવાયા ન હતા. ત્યાર બાદ ફરી ટ્રેક ચાલુ થયો હતો
પરંતુ ગત તા.૪ સપ્ટેમ્બરને સમોવારના રોજ ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઇ હતી જેના
કારણે આ ટ્રેક બંધ થઇ ગયો હતો. પાસ થનારા વાહનચાલકોને પણ ફેઇલ બતાવવામાં આવતા હતા
આ ગંભીર ખામીને દૂર કરવા માટે ઉચ્ચકક્ષા સુધી દરખાસ્તો કરવામાં આવી હતી. આ સાથે
ટ્રેકમાં નવા સેન્સર પણ લગાવવામાં આવનાર
હતા. જેમાં ઘણો બધો સમય લાગે તેમ હતો. જેના કારણે સપ્ટેમ્બર મહિનના ત્રણ
અઠવાડિયાથી વધુ આ ટ્રેક ફોર વ્હિલરના અરજદારો માટે બંધ રાખવામાં આવવ્ય હતો.
ટેકનીકલ ખામી દૂર
કરવા ઉપરાંત નવા સેન્સર ફીટ કરવાની સાથે ૨૨ દિવસ બંધ રહેલા ટ્રેકમાં આજે ટ્રાયલ
કરવામાં આવ્યું હતું જે સક્સેસ ગયો છે. આ અંગે ગાંધીનગર એઆરટીઓ એ.એ.પઠાણે જણાવ્યું
હતું કે, આવતીકાલથી
રાબેતા મુજબ ફોર વ્હિલરના વાહનચાલકોનો પણ ટેસ્ટ લઇ શકાશે. જેના માટે ઓનલાઇન
એપોઇન્ટમેન્ટ પણ ખુલી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ૨૨ દિવસ ટ્રેક બંધ રહ્યો હતો જેમાંથી ૧૫ દિવસ વર્કિંગ ડે
હતા જેમાં રોજના ૮૦ જેટલા સરેરાશ પ્રમાણે ૧,૨૦૦
જેટલા ફોર વ્હિલરના ચાલકોનો ટેસ્ટ લઇ શકાયો નથી તેમ કહી શકાય.