MSUમાં ખાલી પડેલી ૨૫૦૦ જેટલી બેઠકો પર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
MSUમાં ખાલી પડેલી  ૨૫૦૦ જેટલી બેઠકો પર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ પર થયેલી પ્રવેશ કાર્યવાહી બાદ વિવિધ ફેકલ્ટીઓમાં ૨૫૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે .આ બેઠકો પર યુનિવર્સિટી  સત્તાધીશોએ વડોદરા સહિત ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશો વર્તમાન સપ્તાહમાં જ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી શકે છે.તમામ ફેકલ્ટીઓમાં  પ્રવેશ પ્રક્રિયા માટેનુ ટાઈમ ટેબલ એક સરખુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી જગ્યાઓ યુનિવર્સિટી સ્તરે પ્રવેશ કાર્યવાહી થકી ભરવા માટેનો નિર્ણય લેવાયે એક સપ્તાહન સમય થઈ ગયો છે પણ પ્રવેશ કાર્યવાહીનુ ટાઈમ ટેબલ જાહેર નહીં કરાયુ હોવાથી પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.

જીકાસ પોર્ટલ થકી થયેલી પ્રવેશ કાર્યવાહીના કારણે પહેલી વખત હોમસાયન્સ જેવી ફેકલ્ટીમાં પણ મોટા પાયે બેઠકો ખાલી રહી છે ત્યારે હવે રહી રહીને થનારી પ્રવેશ કાર્યવાહી બાદ કેટલી બેઠકો ભરાશે તે પણ એક સવાલ છે.આર્ટસ ફેકલ્ટીમાં તો ૧૦૦૦ જેટલી બેઠકો હજી પણ ખાલી છે.આ જગ્યાઓ ભરવા માટે હવે  ધો.૧૨ ની પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ પર આધાર રાખવો પડશે.

યુનિવર્સિટી સૂત્રોનુ કહેવુ છે કે, પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર થયા બાદ પણ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહીનો વધુ એક રાઉન્ડ યોજવામાં આવી શકે છે.જોેક પૂરક પરીક્ષા પાસ કરનારા કોમર્સના વિદ્યાર્થીઓને એફવાયબીકોમમાં પ્રવેશ મળે તેવી શક્યતાઓ ઓછી છે.કારણકે કોમર્સના ડીન બેઠકમાં જાહેરાત કરી ચૂકયા છે કે, એફવાયબીકોમની તમામ બેઠકો ભરાઈ ગઈ છે.



Google NewsGoogle News