સ્કૂલોમાં ધો.૧૧ સાયન્સમાં પ્રવેશની કાર્યવાહી તા.૩૦ મે સુધીમાં પૂરી થશે

Updated: May 25th, 2024


Google NewsGoogle News
સ્કૂલોમાં ધો.૧૧ સાયન્સમાં પ્રવેશની કાર્યવાહી તા.૩૦ મે સુધીમાં પૂરી થશે 1 - image

વડોદરાઃ ધો.૧૦નુ પરિણામ જાહેર થયા બાદ વડોદરાની શાળાઓમાં ડીઈઓ કચેરીએ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી તમામ સ્કૂલોને ધો.૧૧ ના વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશ આપવાનો આદેશ  કર્યો છે અને તે પ્રમાણે હાલમાં પ્રવેશ  પ્રક્રિયા ચાલી રહી છે.જે તા.૩૦ મે સુધીમાં પૂરી થશે.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલોમાં તા.૧૬ થી તા.૨૨ મે સુધીમાં  પ્રવેશ ફોર્મ આપવાની અને સ્વીકારવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.સ્કૂલોએ ધો.૧૧ સાયન્સમાં પહેલા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે તેમની પ્રવેશ યાદી તા.૨૭ના રોજ સવારે ૧૧ થી ૨ દરમિયાન ડીઈઓ કચેરી પાસે મંજૂર કરાવીને  એ યાદી પ્રમાણે પ્રવેશ આપવાનો રહેશે.

જો પહેલા રાઉન્ડમાં બેઠકો ખાલી પડી હોય તો શાળાએ મેરિટના આધારે બીજા પ્રવેશ યાદી બનાવીને તે પ્રમાણે પ્રવેશ આપવાનો રહેશે.એ પછી તા.૩૦ મેના રોજ સ્કૂલોએ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી હોય તેમની યાદી ડીઈઓ કચેરી ખાતે સુપરત કરવાની રહેશે.આમ તા.૩૦ મે સુધીમાં ધો.૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહી પૂરી થશે.

ડીઈઓ કચેરીએ પાઠવેલા પરિપત્ર પ્રમાણે ગ્રાન્ટેડ  અને નોન ગ્રાન્ટેડ એમ બંને સ્કૂલોએ આ જ રીતે પ્રવેશ આપવાનો રહેશે.સ્કૂલોએ પોતાની શાળાના ૨૫ વિદ્યાર્થીઓ, બીજી સ્કૂલોના ૬ વિદ્યાર્થીઓ તથા અનામત કેટેગરીના ૪૪ વિદ્યાર્થીઓ એમ કુલ ૭૫ વિદ્યાર્થીઓને દરેક વર્ગમાં પ્રવેશ આપવાનો રહેશે.જે વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળ્યો હોય  વિદ્યાર્થીઓને તા.૩ થી ૭ દરમિયાન સવારના ૧૧ થી બપોરે ૨ વાગ્યા  સુધી ડીઈઓ કચેરી દ્વારા પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૂત્રોનુ કહેવુ છે કે, કેન્દ્રીય પ્રવેશ પધ્ધિતથી માત્ર ધો. ૧૧ના વિજ્ઞાાન પ્રવાહમાં જ પ્રવેશ અપાશે.જ્યારે ધો.૧૧ કોમર્સમાં પ્રવેશની કાર્યવાહી સ્કૂલોએ પોતાની જાતે જ કરવાની રહેેશે.



Google NewsGoogle News