Get The App

ઘરફોડ ચોરી રાેકવા પોલીસનો એક્શન પ્લાનઃબંધ મકાનો પર નજર રાખશે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ઘરફોડ ચોરી રાેકવા પોલીસનો એક્શન પ્લાનઃબંધ  મકાનો પર નજર રાખશે 1 - image

વડોદરાઃ શહેરમાં ઘરફોડ ચોરીઓના બનાવો રોકવા માટે પોલીસ કમિશનર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.જે મુજબ બંધ મકાન પર પોલીસ ખાસ નજર રાખશે.

રીઢા ચોરો દ્વારા બંધ મકાનો પર નજર રાખીને મધરાત બાદ તેને નિશાન બનાવવામાં આવતું હોવાના કિસ્સા બન્યા છે.ઘરફોડ ચોરી કરતા ચોરો દ્વારા ઘણીવાર આ પ્રકારની કબૂલાત પણ કરવામાં આવી છે.

કેટલાક કિસ્સાઓમાં તો ચોરો કલાકો સુધી મકાનમાં રોકાતા હોવાની અને ચોરી કરવાની સાથે સાથે ખાણીપીણીની મહેફિલ પણ માણતા હોય છે.આવા બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ સ્કીમ બનાવવામાં આવી છે.

જે મુજબ બહારગામ જનાર વ્યક્તિએ ઓનલાઇન એક ફોર્મ ભરવું પડશે.જેમાં નામ- સરનામું,મોબાઇલ નંબર,કેટલા દિવસ માટે મકાન બંધ રહેશે જેવી માહિતી રજૂ કરવી પડશે.આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા બંધ મકાન પર નજર રાખી વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે.


Google NewsGoogle News