રોંગ સાઇડ વાહન ચલાવતા ૧૪૬ લોકો સામે કાર્યવાહી

આગામી ૨૮ મી તારીખ સુધી ટ્રાફિક પોલીસની ખાસ ઝૂંબેશ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
રોંગ સાઇડ વાહન ચલાવતા ૧૪૬ લોકો સામે કાર્યવાહી 1 - image

વડોદરા,રોંગ સાઇડ વાહન ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આજે ૧૪૬ વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના અલગ - અલગ  ૧૩ પોઇન્ટ પર ખાસ ઝૂંબેશ  હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટાલી ગામ કટ, એપીએમસી માર્કેટ, અમિત નગર બ્રિજ, કપુરાઇ બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ, માણેક પાર્ક સર્કલ, જાંબુવા બ્રિજ, ફતેગંજ સર્કલ, ગેંડા સર્કલ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, રાજવી ટાવર, ખિસકોલી સર્કલ તથા વી માર્ટ અલકાપુરી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રોંગ સાઇડ વાહન ચલાવતા પાંચ વાહન  ચાલકોને બાકી ઇ - ચલણના નાણાં ભરાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News