હાલોલમાં શ્રમજીવી યુવાન પર ત્રણ શખ્સોનો એસિડ એટેક

પુત્રને બચાવવા દોડી આવેલા પિતાને પણ ત્રણેએ ધમકી આપી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
હાલોલમાં શ્રમજીવી યુવાન પર ત્રણ શખ્સોનો એસિડ એટેક 1 - image

હાલોલ તા.૨૪ હાલોલમાં બસ સ્ટેન્ડ પાસે બાઇક હટાવવા મુદ્દે ત્રણ યુવકોએ ઝઘડો કરી એક શ્રમજીવી યુવાનને માર મારી એસિડ એટેક કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેશનરોડ પર રામદેવ ફળિયામાં રહેતો લક્ષ્મણ મારવાડી ગોધરારોડ પર મજૂરી માટે બેઠો હતો ત્યારે શ્રીનાથ ઓટો સર્વિસ ખાતે કામ કરતાં બળદેવ ઉર્ફે લલ્લુ ચન્દ્રસિંહ પરમાર, જીગર સુરેશ પટેલ અને મેહુલે લક્ષ્મણને બોલાવીને બાઇક હટાવવા માટે મદદ કરવાનું કહેતાં લક્ષ્મણે ના પાડી હતી જેથી ત્રણે યુવાનો ઉશ્કેરાઇ ગયા હતાં અને લક્ષ્મણ સાથે ઝઘડો કરી તેને માર માર્યો  હતો.

ત્રણ પૈકી જીગર ગેરેજમાંથી એસિડની બોટલ લાવી લક્ષ્મણના શરીર પર નાંખતા તે દાઝી જતા બૂમાબૂમ કરી હતી જેથી તેના પિતા ખેતાજી દોડી આવ્યા હતાં અને ત્રણે હુમલાખોરોને ઠપકો આપતા પિતાને પણ ધમકી આપી હતી. દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યારે બનાવ અંગે ત્રણે સામે હાલોલ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News