મુંબઈમાં ઓનલાઇન છેતરપિંડીમાં સંડોવાયેલો સાગરીત વડોદરામાંથી પકડાયો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ઓનલાઇન છેતરપિંડીમાં સંડોવાયેલો સાગરીત વડોદરામાંથી પકડાયો 1 - image


Vadodara Fraud Case : મુંબઈમાં થોડા સમય પહેલા બનેલા ઓનલાઇન છેતરપિંડીના બનાવમાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડી મુંબઈ પોલીસને જાણ કરી છે.

મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈતા આઠમી મે એ ખાનગી કંપનીમાં નોકરી કરતા એક આધેડને મહિલાએ ફોન કરી બે સીમકાર્ડ ધરાવતા હોવાની અને એક સીમકાર્ડનો ઉપયોગ ગુનાઈ પ્રવૃત્તિમાં થયો હોવાથી સીમકાર્ડ બ્લોક કરવા માટે જાણ કરી હતી. 

ત્યારબાદ ઠગ ટોળકીનો ફોન આવ્યો હતો અને ફરિયાદી ને તેમની સામે જુદા જુદા બે ગુના નોંધાયા હોવાનું કહી સ્કાયપી ઉપર વાત કરી હતી. તેમણે મની લોડરીંગના ગુનામાં તપાસ કરવાની હોવાથી એકાઉન્ટ સીલ કરવાની વાત કરી હતી અને ફરિયાદીના રૂ.આઠ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ બનાવમાં મુંબઈ પોલીસની તપાસ દરમિયાન વડોદરાના એક સાગર રીતનું પણ નામ ખુલ્યું હતું. જેથી એસ.ઓ.જી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વોચ રાખી ઝુબેરશા ગુલાબશા દિવાન (બાવામાનપુરા, પાણીગેટ) ની અટકાયત કરી મુંબઈ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News