ભાજપના કાર્યકરની હત્યા કરનાર આરોપીઓ એક વર્ષથી જેલમાં

આરોપીઓએ છેક સુપ્રીમ કોર્ટ સુધી જામીન મેળવવા માટે અરજી કરી પણ જામીન ના મળ્યા

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ભાજપના કાર્યકરની હત્યા કરનાર આરોપીઓ એક વર્ષથી જેલમાં 1 - image

 વડોદરા,ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના  બનાવમાં પોલીસે બહુચર્ચિત  બાબુલ પરીખના પુત્ર પાર્થ અને અન્ય બે આરોપીઓ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી જેલવાસ ભોગવી  રહ્યા છે. આરોપીઓએ જામીન મેળવવા માટે છેક હાઇકોર્ટ સુધી અરજી કરી હતી.પરંતુ, તેઓને જામીન મળ્યા નથી. તાજેતરમાં જ એક આરોપીએ વચગાળાના જામીન મેળવવા માટે કરેલી અરજી પણ નામંજૂર થઇ છે. 

રેસકોર્સ વિસ્તારમાં ગત વર્ષે જુલાઇ મહિનાની તા.૯મીએ કાર પાર્કિંગ બાબતે થયેલી તકરારના  બનાવ બાદ તા. ૨૫ મી એ પાર્થ  બાબુલ પરીખે તેના  બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.૨૫મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઇ ભાઇ  પ્રિતેશ ઠક્કર પર લાકડીથી  હુમલો કરતા મોત નિપજ્યું હતું.આ કેસમાં પોલીસે આરોપીઓ પાર્થ બાબુલભાઇ પરીખ (રહે. ઇસ્કોન હેબિટેટ, અંકોડિયા), વાકિસ ઉર્ફે સાહિલ ઇકબાલભાઇ અજમેરી તથા વિકાસ પરસોત્તમભાઇ લોહાણા (રહે. વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયાર નગર) ની ધરપકડ કરી હતી. મૂળ ફરિયાદીના વકીલ પ્રવિણ ઠક્કરે જણાવ્યું હતું કે, આરોપીઓએ જામીન મેળવવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ કરી હતી. પરંતુ,તેઓને  જામીન મળ્યા નથી. વિકાસ લોહાણાએ માતાની બીમારીનું કારણ જણાવી વચગાળાના જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જ ેસંદર્ભે તપાસ અધિકારીએ ડોક્ટર તથા વિકાસની બહેનના નિવેદનો લઇ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.  એડિશનલ સેશન્સ જજ આર.બી.ઇટાલિયાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. સરકાર તરફે વકીલ એચ.આર.જોશીએ રજૂઆત કરી હતી.


Google NewsGoogle News