Get The App

વડોદરાના ઇન્વેસ્ટરને ફસાવી 48 લાખ પડાવી લેનાર ગેંગનો સાગરીત સુરતથી પકડાયોઃ2 કરોડના ટ્રાન્ઝેક્શન

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
વડોદરાના ઇન્વેસ્ટરને ફસાવી 48 લાખ પડાવી લેનાર ગેંગનો સાગરીત સુરતથી પકડાયોઃ2 કરોડના ટ્રાન્ઝેક્શન 1 - image

વડોદરાઃ શેરમાર્કેટમાં ઉંચુ વળતર અપાવવાની સ્કિમમાં આઇઓસીના કર્મચારીને ફસાવી રૃ.૪૮ લાખ પડાવી લેવાના કિસ્સામાં વડોદરા સાયબર સેલે ટોળકી વતી કામ કરતા સુરતના ટેક્સટાઇલ ટ્રેડરને ઝડપી પાડતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ગોરવામાં રહેતા સંદિપસિંહ કેમ્બાને ઓનલાઇન ઠગોએ વોટ્સએપ ગુ્રપમાં જોઇન કર્યા બાદ લિન્ક મોકલીને જુદાજુદા ગુ્રપમાં એડ કર્યા હતા અને ટિપ્સ આપી રોકાણ કરાવ્યું હતું.ઠગોએ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઇન એકાઉન્ટ ખોલાવી કુલ રૃ.૪૯. ૯૦લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.તેમણે ઇન્વેસ્ટરને વિશ્વાસમાં લેવા માટે રૃ.૧.૮૭ લાખ પરત પણ કર્યા હતા.

આ બનાવમાં સાયબર સેલના પીઆઇ બીએન પટેલ અને ટીમે બેન્ક એકાઉન્ટની તપાસ કર્યા બાદ ટેકનિકલ સોર્સ મારફતે સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રેડિંગનું કામ કરતા  કેવલ ભૂપતભાઇ ખેની (રહે.હિરાબાગ સુરત મૂળ ગારિયાધાર, ભાવનગર)ને ઝડપી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,જે બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ કેવલે તેના પરિચિતને ૨ ટકા કમિશન આપવાની ઓફર કરી ખોલાવ્યું હતું.તેણે ટ્રાન્સફર થયેલી રકમ ઉપાડી લેવડાવી હતી અને અન્ય સાગરીતોને મોકલી હતી.જેથી પોલીસે બીજા સાગરીતોની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

કેવલે ખોલાવેલા બેન્ક એકાઉન્ટમાં રૃ.2 કરોડના ટ્રાન્ઝેક્શન

વડોદરાના ઇન્વેસ્ટર પાસે રૃ.૪૮ લાખ પડાવી લેવાના કિસ્સામાં પકડાયેલા સુરતના કેવલ ખેનીએ પાંચેક એકાઉન્ટ ખોલાવ્યા હોવાની પોલીસને માહિતી મળી છે.

પોલીસના કહ્યા પ્રમાણે,કેવલ તેના ધંધાના રૃપિયા આવવાના હોવાથી રકમ ઉપાડીને આપવા માટે બે ટકા કમિશન આપવાની ઓફર કરીને પરિચિતોના  બેન્ક ખાતાનો ઉપયોગ કરતો હતો.

તેના એક એકાઉન્ટમાં રૃ.બે કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી મળતાં તેની તપાસ કરવામાં આવી રહીછે.આ ઉપરાંત બીજા પણ એકાઉન્ટની માહિતી માંગવામાં આવી છે.


Google NewsGoogle News