પરિણીતાને બ્લેકમેલ કરી રેપ કરનાર આરોપી જેલમાં

આરોપીનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલ્યો

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
પરિણીતાને બ્લેકમેલ કરી રેપ કરનાર આરોપી જેલમાં 1 - image

વડોદરા,પરિણીતાના અંગત ફોટા પાડી બ્લેકમેલ કરી રેપ કરનાર આરોપીને બાપોદ  પોલીસે પકડી કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

 શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,જાન્યુઆરી - ૨૦૨૩ માં સંકેત અમુભાઇ રાઠોડ મારા ઘરે આવ્યો હતો. એક દિવસ તે અચાનક મારા ઘરે આવી  ગયો હતો. અને જબરજસ્તીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ મારા ફોટા વાયરલ કરી દેવાની તથા પતિ અને બાળકને મારી નાંખવાની ધમકી આપી તેણે અવાર - નવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાપોદ પોલીસે  આરોપી સંકેત અમુભાઇ રાઠોડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. પોલીસે તેનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપ્યો છે.


Google NewsGoogle News