લેબર કોન્ટ્રાક્ટર પર ચાકુ થી હુમલો કરનાર આરોપી ઝડપાયો

કામ પર રાખવાના મુદ્દે તકરાર થતા હુમલો કર્યો હતો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
લેબર કોન્ટ્રાક્ટર પર ચાકુ થી હુમલો કરનાર આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,અલકાપુરી  ગરનાળા પાસે લેબર કોન્ટ્રાક્ટર પર ચાકૂથી હુમલો કરનાર આરોપીને અકોટા પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડયો છે.

જેતલપુર રોડ પર અગ્રવાલ ગેસ્ટહાઉસ નજીક રહેતા કિશનભાઇ ઠાકોરે પોલીસને કહ્ય હતું  કે,ગત તા. ૩ જી એ હું કેટરિંગ માટે માણસો લેવા માટે અલકાપુરી ગરનાળા પાસે આવ્યો ત્યારે એક કારીગર મારી પાસે કામ લેવા આવ્યો હતો.

મેં તેને કહ્યું કે, તું ચોરી ના કરવાનો હોય તો હું તને કામે રાખું. મારી વાત સાંભળીને તે ઉશ્કેરાયો  હતો.તેણે મારા પર  ચાકુથી હુમલો કર્યો હતો.અકોટા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. દરમિયાન અકોટા પોલીસે ારોપી નવિન મગનભાઇ ખ્રિસ્તી ( હાલ રહે. સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે ફૂટપાથ પર, મૂળ રહે. રામપુરા ગામતા.નડિયાદ જિ.ખેડા)ને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડયો છે.


Google NewsGoogle News