વડોદરામાં મંદિરે જવા નીકળેલી પરણીતાને ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજારનાર વિધર્મી ઝડપાયો
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના સોખડા રોડ પર એક પરણીતાનો પીછો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારનાર વિધર્મીને છાણી પોલીસે ઝડપી પાડ્યો છે.
છાણી સોખડા રોડ પર ગઈકાલે બનેલા બનાવ અંગે પીડીતાએ પોલીસને કહ્યું છે કે ગઈકાલે હું મંદિર જવા માટે નીકળી હતી ત્યારે સોખડા રોડ પર અમારો પરિચિત આમિર ખાન પઠાણ ધસી આવ્યો હતો અને ઔ મારી સાથે જબરદસ્તી કરવા માંડી હતી.
આમિર ખાન મને બળજબરી પૂર્વક નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે છાણી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એ બળાત્કાર આરોપીને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપી બેકરીમાં કામ કરતો હોવાની વિગતો ખુલી છે.