ATMમાં રૃપિયા ઉપાડવા આવતા ગ્રાહકોને છેતરવામાં પાવરધો ગઠિયો પકડાયો
વડોદરા,ભરૃચ જેવા સ્થળોએ ૨૫ થી વધુ ગુનાઓમાં પકડાયો હતોઃ૨૦ દિવસમાં રૃ.૭૮,૫૦૦ ઉપાડયા
વડોદરાઃ એટીએમમાં રૃપિયા ઉપાડવા આવતા સિનિયર સિટિઝન તેમજ અન્ય ગ્રાહકોનો પાસવર્ડ જાણી લીધા બાદ તેમને મદદ કરવાના બહાને કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેવામાં માહેર ભેજાબાજને પોલીસે ઝડપી પાડયો છે.
તરસાલી વિસ્તારમાં વીજ કંપની પાસે આવેલા સ્ટેટ બેન્કના એટીએમ નજીક પોલીસે તુષાર અનિલભાઇ કોઠારી(રાજમહેલ રોડ, હાથીપોળ,વડોદરા હાલ રહે.ભાઇલાલ દાદાની ચાલી, સ્ટેશન રોડ,આણંદ)ને ઝડપી પાડતાં તેની પાસેથી રોકડા રૃ.૩૪૫૦૦ તેમજ મોબાઇલ અને અન્ય વ્યક્તિનું એસબીઆઇનું એટીએમ કાર્ડ મળ્યું હતું.
પોલીસની તપાસમાં તુષાર કોઠારી આ પ્રકારના ગુનાઓમાં પાવરધો હોવાનું અને વડોદરા,અંકલેશ્વર,ભરૃચ જેવા સ્થળોએ તેની સામે જુદાજુદા ૨૫ જેટલા ગુનાઓ નોંધાયા હોવાની વિગતો ખૂલી હતી.
તુષારે વડોદરામાં આજવારોડ વિસ્તાર તેમજ આરાધના સિનેમા નજીક છેલ્લા ૨૦ દિવસમાં ત્રણ ગ્રાહકોને આવી રીતે છેતર્યા હતા અને તેમના કાર્ડ મારફતે કુલ રૃ.૭૮૫૦૦ ઉપાડયા હતા.