અમદાવાદથી વડોદરા આવી અછોડા તોડતો આરોપી ઝડપાયો

વડોદરાના ત્રણ અને અમદાવાદના પાંચ ગુનાનો ભેદ ઉકલ્યો

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
અમદાવાદથી વડોદરા આવી અછોડા તોડતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,અમદાવાદથી વડોદરા આવી અછોડા તોડીને ભાગી જતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. તેની  પૂછપરછ દરમિયાના આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

મોપેડ પર જતા દંપતીને ટાર્ગેટ કરી પત્નીના ગળામાંથી અછોડો તોડીને ભાગી જનાર આરોપી મોહસીન ઉર્ફે  હાઇટ રફિકભાઇ અનસારી ( રહે. સંકલીત નગર, મદિના કબ્રસ્તાન પાસે, વેજલપુર, જુહાપુરા, અમદાવાદ) તેની સાસરીમાં બાવામાનપુરા આવવાનો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડયો હતો. પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલની પૂછપરછ દરમિયાન વડોદરાના અકોટા, નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ત્રણ અને અમદાવાદના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તેની પાસેથી રોકડા ૨૨ હજાર તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૩૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે તેના સાગરીત ફૈઝાન શેખ ઉર્ફે પંડિત ( રહે. ફતેવાડી, અમદાવાદ) ને વોન્ટેડ જાહેર કર્યો છે. 


Google NewsGoogle News